Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ગરાડુ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કલ્પેશ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ

રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય કીટ વિતરણ કરવામાં આવીગુજરાતની વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ તાલુકાના ગરાડુ ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી ઝાલોદના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતીનો આપવામાં આવી હતી, સાથે ૨૪ વર્ષના વિકાસ ગાથાની ફિલ્મ બતાવવામાં આવી જેને સૌએ નિહાળી હતી. તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી.તાલુકા વિકાસ અધિકારીશ્રી કલ્પેશ ગઢવીએ વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય તે માટે વિકાસ સપ્તાહ અંતર્ગત ગામડે ગામડે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા છેવાડાના માનવીઓને લાભ આપી શકાય જેને જરૂરિયાત હોય અને તેની પાત્રતા ધરાવતા હોય તેવા લાભાર્થીઓ મેળવી શકે તે માટે વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા હિસાબી અઘિકારીશ્રી કાપડીયા, વિસ્તરણ અધિકારીશ્રી મહેશભાઈ બારીયા, હેલ્થ ઓફિસરશ્રી સાથે આરોગ્ય ટીમ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, આંગણવાડી વર્કર , ICDS ની બહેનો, પદઅધિકારીશ્રીઓ , સરપંચશ્રીઓ, ગામના આગેવાનો વડીલો, SMCના સભ્યો, ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

આશિષ ભાટીયા બાદ ગુજરાતના ડીજીપી કોણ? 20 દિવસમાં થઈ રહ્યો છે કાર્યકાળ પૂર્ણ

Admin

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ આપશે નહીં – સી.આર.પાટીલ

gujaratjanekta

ઝાલોદ ખાતે વરોડ ટોલ નાકાનો વિવાદ વકર્યો : આંદોલનકારીઓ દ્વારા રોડ જામ કરી પ્રદર્શન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial