Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

“માંડવી તાલુકાના વિકાસના કામોનું પ્રારંભ ધારાસભ્યના હસ્તે કરાયું સાથે જ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા”

માંડવી:-

કરછના માંડવી તાલુકાના દરશડી ગામે ધારાસભ્યના હસ્તે વિકાસના કામોનું ખાત મુહૂર્ત કરાયું સાથે ‘ધારાસભ્ય તમારા દ્વારે’ કાર્યક્રમ યોજાયો

માંડવી તાલુકાના વિકાસના કામોનું આરંભ કરાયું છે વિકાસ સપ્તાહ અંતર્ગત રામપર ગંગાજી પાસે રૂકમાવતી નદી પર નવાપુલ નું નિર્માણ 6.50 કરોડથી પણ વધારેના ખર્ચે નિર્માણ કરાશે જેનું શુભારંભ સ્વામિનારાયણના સંતોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું.

માંડવી તાલુકાના બિલેશ્વર થી દરશડી ગામના રસ્તા રિસરફેસિંગની કામગીરી દરશડીના વિવિધ વિકાસના કામોનું પ્રારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાવાયુ હતું.

ધારાસભ્ય તમારા દ્વારે કાર્યક્રમ અંતર્ગત દરશડી તાલુકા પંચાયત સીટ પર આવતા ગામોના સરપંચો આગેવાનો સહિત લોકોના પ્રશ્નો હકારાત્મક ભાવ સાથે ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે એ સાંભળ્યા હતા અને તંત્રને સૂચનો કર્યા અને લોકોની સુખાકારી માટે ઉપયોગી બનવાની ખાત્રી અપાઈ

આ તકે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્યો , દરશડી તાલુકા પંચાયત સીટ પર આવતા ગામના સદસ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કરણસિંહ ડામોર અને ઉપ્રમુખ તરીકે અરવિંદાબેન પટેલીયાની જાહેરાત

gujaratjanekta

છેલ્લા દોઢ વર્ષથી અપહરણ થયેલ ભોગ બનનાર દિકરીને તથા આરોપીઓને વારાણસી (ઉત્તરપ્રદેશ) થી શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદ તથા ચાકલીયા પોલીસ ધ્વારા ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને વારાણસી (બનારસ)ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામા આવેલ દાહોદ જિલ્લા પોલીસ.

gujaratjanekta

📰પ્રથમ ગુજરાતી અખબાર “મુંબઈ સમાચાર ” ના ૨૦૦ વર્ષ પુર્ણ 📰: જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial