Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં મહારાજા અગ્રસેનજીની 5149 માં જન્મ ઉત્સવ સમારોહમા પંચદિવસીય પ્રોગ્રામોનુ આયોજન કરાયું

પંકજ પંડિત

ઝાલોદ નગરના અગ્રવાલ સમાજ દ્વારા ગોયલ પેલેશ ખાતે મહારાજા અગ્રસેનજીની 5149 માં જન્મ ઉત્સવ સમારોહમા પંચદિવસીય પ્રોગ્રામોનુ આયોજન કરવામાં આવેલ છે. અગ્રવાલ સમાજના વંશ પ્રવર્તક યુગ પુરુષ એવા 1008 અગ્રસેન મહારાજના જન્મ ઉત્સવ નિમિતે પંચદિવસીય સમારોહ તારીખ 18-09-2025 થી 22-09-2025 સુધી વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે.આ પંચેદિવસીય જન્મ મહોત્સવ નિમિતે 18-09-2025 ના રોજ બેડમિંટન , ખો ખો, સતોડીયા , કેરમ સ્પર્ધા, ક્રિકેટ 19-09-2025 સ્લો સાયકલીંગ, ફેશન શો, રસ્સી ખેંચ,બોરી કૂદ, નિંમ્બુ ચમ્મચ, મ્યુઝિકલ ચેર 20-09-2025 શર્ટ પીસ પેકિંગ, ઠાકુર જી કા ઝુલા, ડિસ્પોઝલ સજાવટ, રૂ ની બનાવટ, નિબંધ સ્પર્ધા, નાટક 21-09-2025 હોઈ માતા માંડના, મહેંદી હરીફાઈ, પાંચ કોડીયા સજાવટ, સુણ માંડના કાચી શબ્જીની રંગોલી, વેશ ભૂષા, ડાન્સ, ગ્રૂપ ગરબા, 22-09-2025 અગ્રસેન જન્મ મહોત્સવ દિવસે ધર્મ ધ્વજા લહેરાવુ, મહારાજા અગ્રસેનની પૂજા અર્ચના ,એક મિનિટ સ્પર્ધા, ડિબેટ તેમજ વર્ષ દરમ્યાન સમાજનુ નામ રોશન કર્યું હોય તેઓનું સન્માન છેલ્લે ઈનામ વિતરણ તેમજ રાજસ્થાની પહેરવેશમા શોભાયાત્રા તેમજ મહાપ્રસાદ જેવા સુંદર પ્રોગ્રામોનુ આયોજન ઝાલોદ અગ્રવાલ સેવા સંઘ દ્વારા કરવામાં આવેલ છે.

Share

Related posts

દેસાઈવાડા તળાવ ખાતે પીપળાના વૃક્ષની હિન્દુ મહિલાઓ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૧ ફાગણ વધ દશમ ઉજવવામાં આવી હતી.

gujaratjanekta

ઝાલોદ કૉલેજમાં “જ્ઞાન ગોષ્ઠી“ વ્યાખ્યાન શ્રેણી પ્રકલ્પનું ઉદ્ઘાટન સત્ર યોજાયું

gujaratjanekta

દેલસર પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial