Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સારમારીયાના સરપંચશ્રી વનરાજભાઈ ડામોર દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું કરાયું વિતરણ

ઝાલોદ તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દાહોદના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ક્ષય અધિકારીશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના સહયોગ દ્વારા સારમારીયાના સરપંચશ્રી વનરાજ ભાઈ ડામોર દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી

ટીબી મુક્ત ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય હેતુ ૨૦૨૫ સુધીમાં ભારતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રોગનો પૂર્ણ નાશ કરવાનો છે. આ અભિયાન માર્ચ ૨૦૧૮ માં આરંભાયું હતું. અને તે પ્રતિબદ્ધતા મુજબ, વિશ્વની તુલનાએ ભારતને પાંચ વર્ષ વહેલા, એટલે કે ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે વિશ્વ લક્ષ્ય ૨૦૩૦ છેઆ કાર્યક્રમમાં સરપંચશ્રી વનરાજ ભાઈ ડામોર , ગ્રામપંચાયતના માજી સરપંચ,રાજસિંહ ભાઈ ડામોર ,તાલુકા પંચાયતના સભ્યશ્રી ,તાલુકા ટીબી સુપરવાઈઝરશ્રી ,MPHS ,MPHW ,આશાવર્કર બહેનો પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના DL , તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ નગરના દરેક મંદિરો નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠયા

gujaratjanekta

Rajamouli On Bollywood: રાજામૌલીએ બોલિવૂડને અરીસો બતાવ્યો, કહ્યું કડવું બોલ્યા

gujaratjanekta

ચૂંટણી પંચની ટીમની 33 જિલ્લામાં ચાંપતી નજર – ફેક ન્યૂઝ ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial