Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા ખાતે સ્વાતંત્ર્ય દિન નિમિતે ફતેપુરા મામલતદાર ના હસ્તે ધ્વજરોહણ કરવામાં આવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરાતાલુકાનાહિંડોળીયા ગામે આવેલ પ્રાથમિક શાળા ના  પટાંગણમાં ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ફતેપુરા મામલતદાર શ્રીના હસ્તે કરવામાં આવી હતી.સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ફતેપુરા મામલતદાર શ્રી એમ એલ વાઘેલા એ રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને રાષ્ટ્ર્ર ધ્વજને સલામી આપી હતી એ સાથે ઉપસ્થિત સૌએ રાષ્ટ્ર્રગાન કર્યું હતું. આ પ્રસંગે ફતેપુરા વિવિધ શાળાઓમાંથી આવેલ વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિ ગીત સાથે ડાન્સ અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યું હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ તાળીઓથી વધાવી લીધો હતો.  આ નિમિતે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, ફતેપુરા મામલતદાર શ્રી ના હસ્તે ઇનામ,  એવોર્ડ અને સન્માનપત્રો આપવામાં આવ્યા હતા પ્રસંગને અનુરૂપ મામલતદાર શ્રી એ ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી ડામોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ પારગી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

વીર નર્મદ દક્ષિણા ગુજરાતી યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

અથાગ પરિશ્રમ પછી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું

gujaratjanekta

ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીંબડીયા ફતેપુરા દ્વારા 24 કુંડીયા શક્તિ સર્વધન ગાયત્રી મહાયજ્ઞને ચાલતી તડામાર તૈયારીઓ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial