Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના શ્રીમતિ રેખાબેન પારગીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેથી પી.એચ.ડી. (Ph.D.)ની પદવી મેળવી

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીના વતની શ્રીમતિ રેખાબેન નરસીંગભાઈ પારગી એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પી.એચ.ડી. (Ph.D.) પદવી માટે “વિનયન” વિદ્યાશાખામાં મનોવિજ્ઞાન વિષય હેઠળ મહાશોધનિબંધ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમનો સંશોધન વિષય હતો: “કોરોનાનો ભોગ બનેલા દર્દીઓના માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ” આ સંશોધનમાં રેખાબેન પારગીએ કોરોનાની મહામારીથી પ્રભાવિત થયેલા દર્દીઓના માનસિક સ્વાસ્થ્ય પર પડેલા અસરોનો સંવેદનશીલ અભ્યાસ કર્યો છે. સંશોધન દ્વારા તેમણે દર્દીઓમાં અનુભવાતા તાણ, ભય, એકાંત અને અસુરક્ષિતતાના કારણો તેમજ તેના આધારે માનસિક સ્વાસ્થ્યમાં થતાં પરિવર્તનોનું વિશ્લેષણાત્મક નિરીક્ષણ રજૂ કર્યું છે. હાલમાં તેઓ દાહોદ જિલ્લામાં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સિક્લ સેલ કાઉન્સેલર તરીકે ફરજ બજાવે છે.આ સંશોધનકાર્ય ડૉ. ગંગાબેન ડી. પટેલ, એસોસિયેટ પ્રોફેસર, જે.પી. પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડી, તેમના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું છે. શ્રીમતિ રેખાબેન પારગી અને માર્ગદર્શિકા ડૉ. ગંગાબેન પટેલને સંશોધન ક્ષેત્રે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

gujaratjanekta

ફતેપુરા તાલુકાના વલુંડી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ રમીલાબેન તેરસીંગભાઇ બરજોડ બિન હરીફ ચૂંટાયાટેકેદારો દ્વારા મીઠાઈ વેચી ફુલહાર કરી બેન્ડબાજા બજાવી ખુશી વ્યક્ત કરવામાં આવી

gujaratjanekta

શ્રી સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રી દરમિયાન ભવ્ય આયોજન .

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial