Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત બે ખોવાયેલ મોબાઇલ મૂળ માલિકોને પરત કર્યા

પંકજ પંડિત

ઝાલોદ પોલીસના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ ગૌરવ ગામીત, પી.એસ.આઈ સી.કે.સીસોદીયા, પી.એસ.આઈ આર.વી.રાઠોડ તેમજ આઈ.ટી કર્મચારી જાબીર ભાભોર દ્વારા બે વ્યક્તિઓના ખોવાઈ ગયેલ મોબાઇલ તેઓના મૂળ માલિકને પરત કર્યા હતા. ગુજરાત પોલિસના પ્રોજેક્ટ તેરા તુજકો અર્પણ આજરોજ 31-07-2025 ના સાંજના 5:30 કલાકે ઝાલોદ પોલિસ સ્ટેશનમા ખોવાઈ ગયેલ તેઓના મૂળ માલિકને ખાતરી કર્યા બાદ પરત કરેલ હતાઝાલોદ તાલુકાના સાંપોઈ મુકામે ધર્મેશ જયંતિ ગારીનો મોબાઇલ એક અકસ્માતમા 06-07-2025 ના રોજ પડી ગયેલ હતો તેમજ એક બીજી વ્યક્તિ સુશિલા દિનેશ ચારેલ જે લખનપુરના છે અને તેઓ ઝાલોદ મુકામે શાકભાજી વેચવા આવતા હોય છે ત્યારે તેઓનો 01-06-2025 ના રોજ મોબાઇલ ખોવાઈ ગયેલ હતો. ઉપરોક્ત બંને વ્યક્તિઓને પોતાનો મોબાઈલ પરત મળતા તેઓ રાજી જોવાતા હતા તેમજ વાતચીત દરમિયાન તેઓએ પોલિસ કામગીરીની ભારોભાર પ્રશંસા કરેલ હતી.

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસરમાં પરિણીત મહિલાની છેડતી કરતા આરોપી સામે ગુનો દાખલ કરાયો મહિલા શુક્રવાર રાત્રિના આઠ વાગ્યાના અરસામાં પંચાલ ફળીયા ખાતે જમવા જતા સમયે છેડતી નો ભોગ બની હોવાનો આક્ષેપ કરાયો

gujaratjanekta

દાહોદ ઘટક -૩ ના સીડીપીઓશ્રી, મુખ્ય સેવિકાઓ, BNM સ્ટાફ, આંગણવાડી કાર્યકર સહિત કિશોરીઓએ દાહોદ શહેરનાં દાહોદ A ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી.

gujaratjanekta

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ LCB પોલીસે પાંચ જેટલા બુટલેગરોને પાછા હેઠળ અટકાયત કરી જિલ્લા બહારની જેલોમાં મોકલ્યા…

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial