Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા ની ૧૪-ગામડી જીલ્લા પંચાયત માં આવતા ગામો માં કુલ ૩૩૫ લાખ રૂપિયા ના ડામર રસ્તાઓ ના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા

આજ રોજ તારીખ ૧૬ જુલાઇ ૨૦૨૫ ના રોજ ૧૪-ગામડી જીલ્લા પંચાયત ના ગામોમાં આવતા રસ્તાઓ ના નવીનીકરણ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું , ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભૂરીયા સાહેબ તથા જીલ્લા પંચાયત ના સભ્ય શ્રીમતી સુમનબેન ડામોર અને પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોર ના હસ્તે કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્ર્મ નું સંચાલન R & B વિભાગ ના અધિકારી શ્રી સંગાડા સાહેબ તથા શ્રી મુનિયા સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમ માં તાલુકા સભ્યશ્રી ઓ , સરપંચશ્રી ઓ , તથા તમામ ગામો ના આગેવાનો એ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો. આ યોજના હેઠળ બંબેલા, મહુડી, મઘાનિસર, ઘેસવા, રાયપુરા તથા ગામડી મુખ્ય ના રસ્તાઓ નો સમાવેશ કરેલ છે.

Share

Related posts

આચાર સંહિતા બાદ પણ ભાજપની સામગ્રી વેચાતી હોવાનો આક્ષેપ, કથિરિયાની ફરીયાદ

Admin

ભાજપના કાર્યક્રમને પીઆઈએ બંધ કરાવ્યો, વડોદરા માંજલપુરના પીઆઈની તત્કાલીક બદલી

gujaratjanekta

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇશુદાન ગઢવી બનશે CM

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial