Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ફાર્મ સ્કુલ હેઠળ મિટિંગ યોજવામાં આવી.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતશ્રી સુરેશભાઈ પગી તેમજ ભરતભાઈ પટેલ કે જેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રાકૃતિક ખેતી કરીને પોતાના પરિવાર સહિત સમાજને પણ રસાયણ મુક્ત અનાજ પૂરું પાડી રહ્યા છે. તેમણે અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી રસાયણ મુક્ત અનાજ પકવે એ માટે વિવિધ ગામોમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવા માટે અનુરોધ કરી રહ્યા છે.જે અંતર્ગત અંતેલા ગામ ખાતે ફાર્મ સ્કુલ હેઠળ ખેડૂતો સાથે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી વિષે ચર્ચા અને પ્રશ્નોતરી કરવામાં અઆવી હતી. જે દરમ્યાન ખેડૂતોને વિસ્તાર પૂર્વક જાણકારી આપીને તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવામાં જોડાય એ માટે સમજાવવામાં આવ્ય હતું.આ દરમ્યાન પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવાથી થતા ફાયદા અંગેની વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી હતી. જેમાં પ્રેક્ટીકલ દ્વારા પણ ખેડૂતોને સમજ આપવામાં આવી હતી. આવેલ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થકી જળ, જમીન, પાક, વાતાવરણની સાથોસાથ આપણા સ્વાસ્થ્ય માટે થતા અઢળક ફાયદાઓ જણાવીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મુક્યો હતો.ભરતભાઈ તેમજ સુરેશભાઈ એ પ્રાકૃતિક ખેતીમાં શાકભાજી તેમજ અનાજની સાથોસાથ ફળાઉ પાક પણ કરી શકાય છે, જેમાં કોઈપણ પ્રકારના બાહ્ય રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર પણ પાકનું સારુ ઉત્પાદન મેળવી શકાય છે. કુદરતી ખાતર કઈ રીતે બનાવી શકાય એ વિશે પણ વિગતે સમજ આપી હતી.

Share

Related posts

સુરતમાં ટ્રેનમાં ઉતાવળે ચડવા જતાં યુવક ફસાયો,આરપીએફના જવાને જીવ બચાવ્યો

Admin

ગાંધીનગરના VIP જ-રોડ સહિત 6 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે

gujaratjanekta

ગોધરાના કે.ટી.પરીખ ની ગુજરાત રાજ્ય સહકારી સંઘના વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial