Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સોમનાથ મંદિર ખાતે રથયાત્રાના આયોજન અર્થે હિન્દુ સંગઠનોની મીટીંગ યોજાઈનગરમાં ભગવાન જગન્નાથજીની આઠમી રથયાત્રા નીકળશે

તારીખ 08-06-2025 રવિવારના રોજ રાત્રિના આઠ વાગે સોમનાથ મંદિર ખાતે રથયાત્રાની પૂર્વ તૈયારી માટે હિન્દુ સંગઠનોની એક મીટિંગ યોજાઈ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા 27-06-2025 શુક્રવારના રોજ નગરમાં ધામધૂમથી નિકળનાર છે.
ઝાલોદ નગરમાં સહુ પ્રથમ 2018 મા જગન્નાથ યાત્રા નીકળી હતી આ જગન્નાથ યાત્રા નિમિતે ભગવાનની પ્રતિમાઓ જગન્નાથપુરી થી લાવવામાં આવેલ હતી. 2018 થી રથયાત્રા નીકળતા આઠમા વર્ષમા પ્રવેશ કરી રહેલ છે તેની પૂર્વ તૈયારી રૂપે કામગીરીની વહેંચણી કરી રૂપરેખા બનાવવામાં આવી હતી. આજની મીટીંગમાં રથ સજાવવુ, વિવિધ ઝાંખીનુ આયોજન કરવું, અખાડા તેમજ રથયાત્રાને વધુ સુંદર કેવી રીતે બનાવવું તે અંગે મીટીંગમાં આવેલ હિન્દુ સંગઠનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આયોજન અંગે રૂપરેખા પૂર્ણ થતાં જય જગન્નાથના નાદ સાથે મીટીંગ પૂર્ણ કરવામાં આવી હતી.

Share

Related posts

દાહોદ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો ભવ્ય પદ ગ્રહણ સમારંભ યોજાયો.

gujaratjanekta

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ : આપ ના મુખ્ય ચહેરાઓની કારમી હાર થઇ

Admin

અમદાવાદમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે રૂ. ૧૬૪ કરોડના ૧૧ શૈક્ષણિક વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial