Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારો સહિત સમર્થકોની ભારે ભીડ જામી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

 

22 જૂન 2025 ના રોજ પચાસ ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પાંચ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજનાર છે55 ગ્રામ પંચાયતોમાં 261સરપંચ ના ઉમેદવાર જ્યારે વોર્ડ સભ્યોના 1107 ફોર્મ ભરાયાફતેપુરા તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન હેઠળ ચાલી રહેલી ફતેપુરા તાલુકાની ગ્રામ પંચાયતો માટે આગામી 22 જૂન ના રોજ યોજનારી સામાન્ય અને પેટા ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તેમાં ફતેપુરા તાલુકામાં જાહેર થયેલી 50 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પાંચ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે આજરોજ સરપંચ તથા સભ્ય પદ માટે ઈચ્છુક ઉમેદવારો એ ઉમેદવારી પત્રો ભરવા માટે ફતેપુરા તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં વાજતે ગાજતે આવી ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળે છે.
ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કાર્ય શરૂ કરેલ છે.સરપંચ તથા વોર્ડ સભ્યો દ્વારા ફતેપુરા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઢોલ નગારા અને નારા સાથે ઉપસ્થિત રહ્યા હતા.અને વિશ્વાસ ભર્યા માહોલ વચ્ચે ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ પોતાનું ફોર્મ દાખલ કરી જીતની આશા વ્યક્ત કરી હતી.ઉમેદવારી પત્ર ભરવાની આજે અંતિમ તારીખ હોય તેથી ફોર્મ ભરાવવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો જેમાં ફતેપુરા તાલુકાની 55 ગ્રામ પંચાયતોમાં સરપંચ તરીકે 261ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.જ્યારે વોર્ડ સભ્યો માટે 1107સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળે છે.જે પૈકી કેટલીક ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના કેટલાક વોર્ડ સભ્યો બિનહરીફ ચૂંટાઈ જવાના સંકેત પણ જણાઈ આવ્યા હતા.

Share

Related posts

બેંક ઓફ બરોડા ગોધરા વહોરવાડ શાખા દ્વારા 115 માં વર્ષગાંઠની ઉજવણી વૃક્ષારોપણ કરી ઉજવવામાં આવી.

gujaratjanekta

ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને સબજેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા “વિશ્વ સિકલ સેલ દિવસ”ની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial