Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કેળવણી મંડળની કારોબારી સભ્ય માટેની ચૂંટણીમા 79.06 % મતદાન યોજાયું

પંકજ પંડિત

ઝાલોદ1078 સભ્યો માઠી 845 સભ્યોએ સાત ઉમેદવારો માંથી ત્રણ ઉમેદવારોને ચૂંટી કાઢ્યાઝાલોદ કેળવણી મંડળમાં દર વર્ષે ફારેગ થતાં કારોબારી સભ્ય માટે ચૂંટણી યોજાતી હોય છે. કેળવણી મંડળની ચૂંટણીમાં જે મતદાન કરનાર વ્યક્તિ કેળવણી મંડળનો સભાસદ હોવો જરૂરી હોય છે. આ વર્ષે રોટેશન મુજબ પાટીદાર સમાજના ત્રણ ફારેગ થતાં સભ્યો માટે સાત ઉમેદવારોએ ચૂંટણી જંગમા ઝંપલાવ્યું હતું. કુલ 1078 માંથી 845 કેળવણી મંડળના સભાસદો દ્વારા ત્રણ ઉમેદવારોને જીતાડવા માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જે મતદાનની ટકાવારી 79.06% થાય છે.
કેળવણી મંડળમાં 1078 મતદારો હોવાથી ત્રણ બુથો ઉભા કરવામાં આવ્યા હતા. એક બુથ પર 360 જેટલા સભ્યો ક્રમાંક નંબર મુજબ મતદાન કરે તેવી ગોઠવણ કરવામાં આવી હતી. આજનુ મતદાન ચૂંટણી અધિકારી પંકજ.એસ.પારીખની નિગરાણી હેઠળ યોજાયેલ હતું. આ મતદાન સવારે 8 થી 12 વાગ્યા સુધી થયેલ હતું ત્યારબાદ 12:30 વાગે મતદાન ગણતરી માટેની પ્રક્રિયા ચૂંટણી અધિકારી પંકજ.એસ.પારીખ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આ મતદાનમાં કુલ 11 મત રદ કરવામાં આવેલ હતા.
ચૂંટણીનુ કાઉન્ટીંગ પતિ જતા ચૂંટણી અધિકારી પંકજ.એસ.પારીખ દ્વારા પાર્થ પટેલ 556 મત , દિલીપ પટેલ 463 મત અને પરેશ પંચાલને 414 મત મળતાં વિજેતા જાહેર કરેલ હતા. ઉમેદવારોની જીતને સમર્થકો દ્વારા ફૂલમાળા પહેરાવી તેમજ મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરેલ હતી. આ ચૂંટણી દરમ્યાન કેળવણી મંડળના અને સ્કૂલના શિક્ષકોએ સુંદર કામગીરી જોવા મળી હતી વિશેષમાં ગોવિંદ જોશીએ ચૂંટણી દરમ્યાન સમગ્ર કામગીરી સફળ રીતે નિભાવી હતી.

Share

Related posts

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા દ્વારા કોમર્સ કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયું

gujaratjanekta

દાહોદ જિલ્લાને રૂ. ૩૧૪ કરોડના વિકાસકાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

gujaratjanekta

પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના અંધેર વહીવટ : જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર શૈલેષભાઇ ઠાકરે બાયો ચડાવી – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial