Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામે આડા સંબંધની આશંકાએ 40 વર્ષિય યુવાનનો ભોગ લીધો:બે વ્યક્તિને ઇજા

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા મૃતકની પત્ની છેલ્લા 15 દિવસ ઉપરાંતથી પિયરમાં બેઠેલી હતી, જ્યારે પતિને આડો સંબંધ રાખતા ઈસમ સાથે મારામારી થતા પતિનું મોત નીપજ્યુંમૃતકના સામા પક્ષના બે લોકો પૈકી એકને ગંભીર ઇજા બંને ઇજાગ્રસ્તોને સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળખસેડાયજર,જોરુ અને જમીન ત્રણેય કજીયાના છોરુંની ઉક્તિને સાર્થક ઠેરવતો કિસ્સો ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા ખાતે બનવા પામેલ છે.તેમાં મકવાણાના વરુણા ગામે મકવાણા પરિવારના બે પક્ષો વચ્ચે આડા સંબંધ ધરાવતા ઈસમ તથા યુવતીના પતિ સાથે તકરારમાં મારક હથિયારો સાથે ધીંગાણુ થતા ગંભીર ઇજાગ્રસ્ત યુવતી પતિનું મોત નીપજવા પામેલ છે.જ્યારે સામા પક્ષના બે પૈકી એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ પ્રાપ્તિ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામે રહેતા ધીરાભાઈ વરસીંગભાઇ મકવાણાના ઓ ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો કરી ઘરનું ગુજરાત ચલાવતા હતા.જેઓના લગ્ન મોટાબોરીદા ગામે ગત વીસ વર્ષ અગાઉ થયેલ હતા.અને જેઓને સંતાનમાં એક પુત્ર છે.અને પોતાનો ઘર સંસાર સારી રીતે ચાલતો આવેલ હતો. પરંતુ ધીરાભાઈ મકવાણાની પત્નીને મકવાણા પરિવારના જ એક ઈસમ સાથે આડો સંબંધ હોવાની વાત ફેલાતા ધીરાભાઈ ની છેલ્લા પંદર દિવસ ઉપરાંતથી પત્ની પિયરમાં ચાલી ગઈ હતી.જ્યારે સોમવાર રાત્રિના મૃતક ધીરાભાઈ મકવાણા તથા કુટુંબના કાંતિભાઈ વાલસીંગભાઇ મકવાણા તથા ચીમનભાઈ પુંજાભાઈ મકવાણા તેમજ અન્ય સાથે મારક હથિયારો સાથે ધીંગાણું સર્જાયું હતું. ત્યારે મૃતક ધીરાભાઈ ને માથામાં, શરીરના પાછળના ભાગે તેમજ હાથે પગે મારક હથિયારોના ધા વાગતા ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.
જ્યારે સામા પક્ષના કાંતિભાઈ વાલસીંગભાઈ મકવાણા તથા ચીમનભાઈ પુંજાભાઈ મકવાણાના ઓને પણ હાથે,પગે, શરીરે ઇજાઓ પહોંચતા આ ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં ગંભીર ઇજાગ્રસ્ત ધીરાભાઈ વરસીંગભાઇ મકવાણાના ઓને સારવાર મળે તે પહેલા જ પ્રાણ-પખેરુ ઉડી જવા પામ્યું હતું.જ્યારે ઇજાગ્રસ્ત કાંતિ મકવાણા તથા ચીમન મકવાણા ને સુખસર સરકારી દવાખાના પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.અને હાલ તેઓ સંતરામપુર ખાતે સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત ઘટના બાબતે સુખસર પોલીસ દ્વારા આ હત્યામાં સંડોવાયેલા મૃતકની શકદાર પત્ની સહિત હુમલાખોર લોકોની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે.અને સાચા હત્યારાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.તેમજ મૃતકની લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસાને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Share

Related posts

ઝાલોદ તાલુકા ની ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં મકરસક્રાંતિપર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

gujaratjanekta

ઝાલોદમાંથી રાજસ્થાનની રેતી ચોરીનો બેફામ ખેલ! ઓવરલોડ ડમ્પરોથી રસ્તાઓ તૂટ્યા, અકસ્માતનો ખતરો વધ્યો

gujaratjanekta

ઝાલોદ સિમલીયા તલ મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડાઓનુ ઝડપી બાંધકામ કરવા ગ્રામજનોની માંગ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial