Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ચંદીગઢ મુકામે એપ્રિલ રવિવારે , સેવા ભારતી ભવન , સેક્ટર 29 માં આરોગ્ય ભારતી ની એક દિવસીય ક્ષેત્રીય કાર્ય શાળા યોજાઈ .

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

આ શિબિર ના વિષય હતો વ્યસન મુક્તિ જેમાં પંજાબ , હિમાચલ પ્રદેશ,દિલ્હી, જમ્મુ અને રાજસ્થાન ના કાર્ય કર્તાઓએ ભાગ લીધો . આરોગ્ય ભારતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો રાકેશજી પંડિત ની અધ્યક્ષતા હતી જેમાં હિમાચલ પ્રદેશ ના આરોગ્ય શિક્ષા અને આયુષ વિભાગ ના મંત્રી સુ શ્રી આરતીસિંહ રાવ એ અતિથિ વિશેષ હતા .તેઓશ્રીએ આ કાર્યશાળા માટે પાંચ લાખ રૂપિયા ની સહાય જાહેર કરી . હિમાચલ ના પૂર્વ ડીજીપી શ્રી કુંડુ જી નું વ્યસન મુક્તિ અંગે માહિતી સાભાર વ્યાખાન હતું .ગુજરાત પ્રાંત માં વડોદરા જિલ્લા માં શાળા ના બાળકો સાથે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત નિસ્વાર્થ ભાવે કાર્ય કરી રહેલા લીમખેડા કોલેજ ના નિવૃત પ્રિન્સીપાલ જી આર શર્મા ને પોતા ના કાર્ય ની વિસ્તૃત ચર્ચા કરવા માટે ગુજરાત માં થી ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગુજરાત ના સંગઠન સચિવ શ્રી અવધકિશોરજી ની પ્રેરણા અને વડોદરા આરોગ્ય ભારતી ના પ્રમુખ ડૉ હિતેન્દ્ર પટેલ ( પૂર્વ ચેરમેન સ્થાઈ સમિતિ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન) ના માર્ગદર્શન હેઠળ શ્રી શર્માએ અત્રે બીજી બેઠક માં પોતે કરી રહેલા કાર્ય ની વિસ્તૃત માહિતી આપી હતી .

Share

Related posts

દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળા મધ્યાન ભોજન તેમજ સબ સેન્ટરની મુલાકાત લીધી

gujaratjanekta

બિલકિસ બાનો કેસ : સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 2 સપ્તાહનો આપ્યો સમય – જાણો વધુ

gujaratjanekta

વાનખેડેમાં ભારતનો વિજયધ્વજ: ઇંગ્લેન્ડને હરાવી ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial