Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ ભાજપમાં બ્રહ્મ સમાજના બે યુવાનોની પસંદગી થતાં બ્રહ્મ સમાજ મા આનંદની લાગણી છવાઈ

પંકજ પંડિત

ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લા પ્રમુખ દ્વારા દાહોદ શહેર મંડળ ની રચના કરવામાં આવી .દાહોદ શહેર મંડળની રચનામાં દાહોદ બ્રહ્મ સમાજના યુવા આગેવાન એવા વિશાલભાઈ રાજેન્દ્રકુમાર પારીખ તથા અભિષેક ભાઈ નરેન્દ્રકુમાર શાસ્ત્રીની ભાજપ શહેર મંડળમાં મંત્રી તરીકે નિમણૂક થતા વિપ્ર ફાઉંડેશન ઝાલોદ દ્વારા શુભ કામના આપવામાં આવી હતી.વિશાલભાઈ પારીખ પોતે દરેક સામાજિક ધાર્મિક કાર્યોમાં પોતાનો યોગદાન આપતા હોય છે તેમજ સમાજના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને હવે સામાજિક ધાર્મિકની સાથે રાજકીય રીતે પણ સમાજ સેવા કરવાનો અવસર પ્રાપ્ત કરી બ્રહ્મ સમાજ ગૌરવાન્વિતની લાગણી અનુભવે છેબ્રહ્મ સમાજના બે યુવાનની ભાજપ શહેર મંડળમાં નિમણૂક થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. વિપ્ર ફાઉંડેશન ઝાલોદ દ્વારા બંને ભાજપ હોદ્દેદારને શુભ કામના પાઠવી હતી તથા દાહોદ બીજેપી પ્રમુખનો આભાર માન્યો હતો.

Share

Related posts

સુખસર પોસ્ટ ઓફિસમાં ધોળા દિવસે પોસ્ટ ઓફિસના તાળા તોડી કોમ્પ્યુટર સામાનની તોડફોડ કરી બહાર ફેંકી દઈ અજાણ્યા ઈસમો ફરાર

gujaratjanekta

ભગીની સમાજ દાહોદ ખાતે રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદ દ્વારા એચ. આઇ. વી દર્દીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા

gujaratjanekta

એક સમયે ગુજરાતના ધારાસભ્ય રહેનાર આ ઈમાનદાર દાદાની આજે હાલત જોઈને તમારું કાળજું પણ કંપી ઉઠશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial