Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા ટ્રાફિક નિયમન હેઠળ નગરના વિવિધ વિસ્તારોના દબાણો દૂર કરાયા

પંકજ પંડિત

આજ રોજ પી.આઈ.રાઠવા અને પી.એસ.આઇ સીસોદીયા દ્વારા નગરમાં પોલિસ સ્ટાફ સાથે નગરપાલિકાના સહયોગથી નગરના સ્વર્ણિમ સર્કલ, વ્હોરા બજાર, વડબજાર,ભરત ટાવર, બસ સ્ટેશન, બાંસવાડા રોડ થી સ્વર્ણિમ સર્કલ સુધીના ટ્રાફિકને નડતર રૂપ દબાણો દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. નગરના વ્યાપારી વર્ગ દ્વારા પોતાની દુકાન મર્યાદા થી બહાર સુધી દબાણો કરતા હોય તેમજ નગરના ટ્રાફિકને નડતર રૂપ ઉભા રહેતા હાથલારી તેમજ પથારાઓને ટ્રાફિક ને નડે તે રીતે બહાર દુકાનનો સામાન ન મૂકવા તેમજ ટ્રાફિકને નડે તે રીતે હાથલારી પર વ્યાપાર ન કરવા સૂચન કર્યું હતું.
આજરોજ ટ્રાફિક નિયમન હેઠળ નગરમાં ટ્રાફિકને નડતર રૂપ વ્યાપાર કરતા દરેક વર્ગના વ્યાપારીઓને પોલિસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી અને હવે નગરના ખુલ્લા રોડ પર દબાણ ન કરે તેવું સૂચન કર્યું હતું જો હવે ટ્રાફિકને નડે તે રીતે દબાણ કરવામાં આવશે તો પોલિસ વ્યાપાર કરતા વ્યાપારીઓનો માલસામાન લઈ જશે અને કાયદા મુજબ જે કાર્યવાહી થતી હસે તે કાર્યવાહી કરવામાં આવનાર છે. નગરના અમુક વ્યાપારીઓ એવું કહેતા જોવા મળતા હતા કે નગરમાં વ્યાપારીઓના માલસામાન લાવતા ટેમ્પાઓ સહુ થી વધારે ટ્રાફિક કરતા હોય છે. આજે તો ઝાલોદ પોલીસ દ્વારા રોડ શો કરી ચમકારો આપવામાં આવ્યો હતો અને હવે આવનાર દિવસોમાં કડક કાર્યવાહી ટ્રાફિક નિયમન હેઠળ ઝાલોદ પોલીસ કરનાર છે.

Share

Related posts

ભારે પવન અને વરસાદના કારણે દાહોદ ગરબાડા રોડ જેશાવાડા રોડ ઝાલોદ મુખ્ય માર્ગે ઝાડ પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું સામાજીક વનીકરણ વિભાગ દાહોદ

gujaratjanekta

આણંદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં 38,603 મતદારો પ્રથમ વખત કરશે મતદાન

Admin

દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ*

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial