Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરના બાકી નીકળતા લેણા માટે માનવ સેવા ટ્રસ્ટને નોટિસ ફટકારી

પંકજ પંડિત

આઠ વર્ષ થી કોન્ટ્રાક્ટરને પોતાના હક્કના નાણા મળેલ નથીઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં વર્ષ 2015-16 મા કૈલાશધામ યોજના હેઠળ મુખ્ય સ્મશાનના વિકાસ અને આધુનિકરણ માટેના કામો મંજુર થયેલ હતા. આ અંગે ઓનલાઇન ટેન્ડર જય કન્સ્ટ્રકશન દ્વારા ભરવામાં આવેલ હતું. આ યોજના અંતર્ગત 31,57,350 ના કામની વહીવટી મંજૂરી જય કન્સ્ટ્રકશનને મળેલ હતી. વહીવટી મંજૂરી અન્વયે 15,00,000 થી ઉપર એટલે કે 16,,35,000 ની રકમ લોકફાળા થી ટ્રસ્ટ દ્વારા ભરવાની સંમતિ થી વહીવટી મંજૂરી મળેલ હતી. 2016 માં કૈલાશધામનુ કામ પતી જતા 10,93,613 ની લોકફાળાની રકમ લેખિત તેમજ મૌખિક રીતે માંગવા છતાંય જય કન્સ્ટ્રકશનને આપવામાં આવેલ નથી. જેથી અરજદાર દ્વારા આ નાણાં 14% વ્યાજ સાથે મળે તેવી માંગણી કરેલ છે.ઝાલોદ જય કન્સ્ટ્રકશન દ્વારા પોતાની લેણી નીકળતી રકમ અંગે ઝાલોદ તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત તેમજ મુખ્યમંત્રીને પણ લેખિત અરજી કરી પોતાના હક્કના નીકળતા નાણા મળે તેવી લેખીત રજુઆતો કરવામાં આવેલ છે. આ અંગે ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફીસર ટી.બી.ભાભોર દ્વારા કાયદેસરની નોટિસ માનવ સેવા ટ્રસ્ટને ફટકારી તાત્કાલિક લોકફાળાની રકમ ભરી દેવા સૂચન કરેલ છે. જો આ નોટીસને માનવ સેવા ટ્રસ્ટ ગંભીર થી નહીં લે તો દિન 7 માં નગરપાલિકા દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.

Share

Related posts

ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામે આડા સંબંધની આશંકાએ 40 વર્ષિય યુવાનનો ભોગ લીધો:બે વ્યક્તિને ઇજા

gujaratjanekta

ઝાલોદ નગરમાં ખાટું શ્યામ જતા પગપાળા સંઘનુ સ્વાગત શ્યામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ તાલુકા પંચાયતના ટી.ડી.ઓનું અરજી આપવા ગયેલ કાર્યકર્તાઓ સાથે પત્રકાર સામે જ દાદાગીરી કરતું વલણ જોવા મળ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial