Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના બામણીયા કૂવાની હાલત દયનીય : પાલિકા સત્વરે કામગીરી કરે તેવી લોકમાંગ

પંકજ પંડિત

ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિરે થી આગળ વધતા તેમજ ખોડીયાર મંદિરની નજીક નગરનો સહુ થી પ્રાચીન મીઠા પાણીનો બામણીયો કુવો આવેલ છે. આજે નગરપાલિકા દ્વારા ભલે દરેક ઘરમાં નળ કનેક્શન આપેલ છે પણ નગરના અમુક લોકો તો હજુ પણ આ કૂવાનું પાણી લેવા નિયમિત આવતા હોય છે. આ કૂવો અંદર થી પોલો થઈ ગયેલ છે એટલેકે કૂવાની અંદરની દિવાલો પડી ગયેલ છે.આ કુવામાં અંદરથી નુકશાન થયેલ હોવાથી પાણી ભરવા આવનાર કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ કોઈ ગંભીર ઘટના બની શકે તેમ છે. જો કૂવાની અંદરની દિવાલો સતત ઘસાતી જતી હોય તો અનાયાસે કોઈ દિવસ પાણી ભરવા આવનાર વ્યક્તિ જો પાણી ભરતો હોય તો કોઈ દિવસ માટી બેસી જવાથી તે વ્યક્તિ સાથે કોઈપણ જાતની જાનહાનિ સર્જાઈ શકે તેમ છે. પાલિકા તંત્ર આ અંગે સફાળે જાગી આ અંગે સર્વે કરાવી તેની કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે જોવું રહ્યું પાલિકા તંત્ર આ અંગે ક્યારે કેવા પગલાં લે છે.

Share

Related posts

ચૂંટણી પંચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો કેમ જાહેર ન કરી?

gujaratjanekta

દ્વારકા: સાંસદ પૂનમ માડમના હસ્તે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના પતંગબાજોનું સ્વાગત કર્યું

Admin

દાહોદ ખાતે 24 મુ પ્રત્રકાર એકતા પરિષદ મહાઅધિવેશન 2024 નું દાહોદ ખાતે કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial