Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના સ્ટેટ-પંચાયત આવેલ રસ્તાઓનુ તાત્કાલિક સર્વે કરી નવા બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી

પંકજ પંટિત

ઝાલોદ તાલુકામાં આવેલ મોટે ભાગે ડામર રસ્તાઓ ( સ્ટેટ-પંચાયત ) ખૂબ તૂટેલી હાલતમાં છે. હાલ ગ્રામીણ વિસ્તારોમા લગ્નસરા તેમજ મકાનના વાસ્તા મોટા પ્રમાણમાં ચાલી રહેલ છે મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં રહેનાર લોકો પાસે પોતાનું વાહન ( બાઇક) હોય છે અને તેઓ આ રસ્તાઓ પર થી મોડી રાત સુધી પણ અવરજવર કરતા હોય છે. ઘણીવાર આ તૂટેલા રસ્તાઓને લઈ અકસ્માતો સર્જાયેલ છે અને આ તૂટેલા રસ્તાઓને લઈને અકસ્માતોમા કોઈના જાનહાનિ કે મરણ પણ થયેલ છે તો આ માટે જવાબદાર કોણ…?.આવા ગંભીર અકસ્માતો સર્જાય છતાંય તંત્ર આ બધું મૌન ધારણ કરીને બેઠું હોય તેમ લાગી રહેલ છે. ગ્રામીણ તરફ જતા આવા રસ્તાઓ પર તંત્ર આંખ આડા કાન કરીને કોઈ હજુ મોટા કે ગંભીર અકસ્માતો થાય તેની રાહ જોઈ રહેલ છે તેવું લાગી રહેલ છે. જવાબદાર તંત્ર તાત્કાલિક આ તૂટી ગયેલ રોડનું સમારકામ કરાવે અને તુટી ગયેલ રોડનુ સર્વે કરી નવા પાકા રસ્તા માટે ગ્રાન્ટ મંજુર કરે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર અને પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર આપી કરવામાં આવી હતી તેમજ આમ આદમીના પ્રમુખ અનિલ ગરાસીયા દ્વારા તૂટી ગયેલ રોડનો વિડિયો પણ પ્રાંત અધિકારીને બતાવવામાં આવ્યો હતો તેમજ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીના ઉપસ્થિત સહુ કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી તેમજ જો આ અંગે જો જલ્દી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની લેખિત ચીમકી પણ આપવામાં આવી હતી.

Share

Related posts

અનાજ ના કાળા બજારીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર ની લાલ આંખ અનાજ ની કાળા બજારી કરનારાઓ ને કરાયા જેલ ભેગા!!

gujaratjanekta

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરાઈ

gujaratjanekta

રાજ્યની ગ્રામ પંચાયતોમાં તાળા મારી તલાટીઓ હડતાલ પર ! : ગ્રામ પંચાયતોની કામગીરી ખોરવાઈ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial