પંકજ પંડિત
ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાઈ હતી અને 18 ફેબ્રુઆરી એ પરિણામ આવતા 28 શીટ પૈકી ભાજપના 17 ઉમેદવારોની જીત થતાં ભાજપને પૂર્ણ બહુમત મળેલ હતું. 18 ફેબ્રુઆરી એ પરિણામ આવતા જીતેલા સભ્યો તેમજ અપક્ષો ભૂગર્ભ પોતાના સમર્થકો સાથે ઉતરી ગયેલ હતા. આજે 10 દિવસથી ચૂંટણી જીતેલ ભાજપના તેમજ અપક્ષના સભ્યો નગરમાં જોવા મળતા નથી તેથી નગરમાં કેટલીય જાતની અફવાઓ એ જોર પકડેલ છે. ભાજપમાં અલગ અલગ બે ભાગમા સમર્થકો વહેંચાઈ ગયેલ હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહેલ હતું.
હવે આજરોજ 27 ફેબ્રુઆરી એ દાહોદ કમલમ ખાતે નગરપાલિકાની ચૂંટણી જીતેલ સભ્યો તેમજ દાહોદ જિલ્લા ભાજપના તમામ નેતાઓની વચ્ચે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ સેન્સ પ્રક્રિયા બહારથી આવેલ નિરીક્ષકો દ્વારા લેવામાં આવી હતી. જેમાં સુરતના એક્સ.મેયર હેમાલીબેન તેમજ યુવા મોરચાના ઇશાન સોની દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ઝાલોદ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ભાવનાબેન મૂકેશભાઈ ડામોર બની શકે છે. આ ફક્ત જાણવા મળેલ નામો પૈકીનું એક નામ છે જે મોખરે ચર્ચાઈ રહેલ છે. સાચી હકીકત શું છે તે હજુ પૂર્ણ રીતે બહાર આવ્યું નથી.

