Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો

મોહંમદિયા ફ્રેન્ડસ ગ્રુપ દાહોદ ઠક્કર ફળિયા મસ્જિદ ગલી દ્વારા ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મોટીવેશન અને શૈક્ષણિક જાગૃતિ ના ઉમદા હેતુથી શુભેચ્છા કાર્યક્રમ તારીખ 2 2 2025 ના રોજ સાંજે ચાર કલાકે આરએન્ડ એલ પંડયા હાઈસ્કૂલના સિનિયર શિક્ષક અને લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટીના મંત્રી શ્રી કમલેશ લીમ્બાચીયા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો સ્વાગત પ્રવચન જાવેદભાઈ મૂનસી દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાન શ્રીઓનો પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું શ્રી ઇરફાન મોગલ દ્વારા 20 થી વધુ બાળકોને બોર્ડની પરીક્ષા માટે પેનકંપાસ બોક્સ પાઉચ એક્ઝામ પેડ ,કેડબરી આપી શુભેચ્છા આપવામાં આવી હતી અધ્યક્ષ શ્રી દ્વારા બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતો આ ઉપરાંત હાફિસ નવસાદ સાહબ, ઈકબાલભાઈ, ઈસરતબેન શેખ, ફાતેમાબેન શેખ દ્વારા પણ બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન નઈમભાઈ મુનશી દ્વારા કરવામાં આવ્યો તેમજ આભાર વિધિ ઈરફાન મલેક દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે મહંમદિયા ફ્રેન્ડ્સ ગ્રુપના સિરાજ સૈયદ, ડો ઇઝહાર શેખ .. સલીમભાઈ મુનશી સલીમભાઈ પઠાણ મુસ્તાકભાઈ સૈયદ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Share

Related posts

ટીવી સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના જાણીતા અભિનેતા દિલીપ જોષી લુણાવાડાના મહેમાન બન્યા

gujaratjanekta

ઝાલોદ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્વ એકતા અને વિશ્વાસની થિમ સાથે રક્ષાબંધન સ્નેહમિલન યોજવામાં આવ્યું

gujaratjanekta

ગામમાં કોઈ દિકરી આપવા તૈયાર નથી : વર્ષોથી નેતાઓ અને સરકાર કાગળ ઉપર પુલ બતાવીને હથેળીમાં ચાંદ દેખાડીને મેળવે છે મત -જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial