Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવ મંદિરમાં અંદાજીત 5,50,000 ની ચોરીની ઘટના : ચોરી કરનાર અજાણ્યા ચોરો પલાયન

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં રાત્રીના સમયમાં મંદિરની અંદર થી રકમ તેમજ આભૂષણ ચોરાયાની ઘટના સાંભળવા મળતા વરોડ મુકામે પટેલ સમાજના લોકટોળા મંદિરે ઉમટી પડેલ જોવા મળેલ હતા.
આસરે 07-01-2024 ના રોજ સવારે 4:30 વાગે અશ્વિનભાઈ પટેલ મંદિરે દર્શન કરવા આવેલ હતા ત્યારે મંદિરની બહાર આવેલ મંદિરની અંદર પ્રવેશવાનો મુખ્ય ગેટ બંધ હતો પરંતુ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરતા તેમણે જોયું કે મંદિરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો તેથી તેમને કઈ બનાવ બન્યાની શંકા જતા તેઓ મંદિરની અંદર પ્રવેશ કરતા તેઓએ જોયું કે મંદિરની અંદર શિવાલયની ઉપર ચાંદી થી સજાવેલ હતું તે ચાંદીનું શિવાલય તેમજ તિજોરી અને પેટી તૂટેલી હાલતમાં જોવા મળેલ હતી તેમજ મંદિરની અંદર બધો સામાન વેરવિખેર પડેલ જોવા મળેલ હતો તેથી મંદિરમાં ચોરી થઈ હોવાનું અશ્વિનભાઈને જાણ થતાં તેઓએ વરોડ મુકામે સ્થાનિક લોકોનો આ ઘટના અંગે જાણકારી આપી હતી.વરોડ મુકામના સ્થાનિકો સહુ ભેગા થઈ સ્થાનિક પોલિસ સ્ટેશનનો સંપર્ક કરી પહોંચ્યા હતા અને મંદિરમાં થયેલ ચોરી અંગેની જાણકારી આપી હતી. સ્થાનિકોના માનવા મુજબ મંદિરના પ્રાંગણ બહાર આવેલ દરવાજો બંધ હોવાથી રાત્રીના સમયમાં અજાણ્યા ચોર મંદિરનો કોટ કૂદી આવેલ હોય તેવું સ્થાનિકોનું માનવું છે. સ્થાનિકો પાસે જાણવા મળેલ મુજબ 5,50,000 મત્તા ઉપરાંતની મંદિરમાં ચોરી થયેલ છે. પોલિસ દ્વારા આ અંગે વધુ તપાસ આદરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

લશ્કરી ભરતી (આર્મી)માં જોડાવવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ યોજના અમલમાં – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા થી કંકાસીયા જતા રોડ પર ઝાડ પડી જતા અવરજવર કરતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી

gujaratjanekta

આજરોજ વાગધારા સંસ્થા દ્વારા દાહોદ ,જિલ્લાના ઝાલોદ, તાલુકાના રાયપુરા ,ગામમાં બીજ ઉત્સવ (પરંપરાગત બીજ આદાન-પ્રદાન કાર્યક્રમ ) નું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial