Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મેગા બ્લડ ડોનેશન કેમ્પ સંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક વિચારધારા ધરાવતું મિશન છે અહીંયા

આધ્યાત્મિકતાની સાથે સાથે માનવતાલક્ષી તેમજ સમાજ ઉપયોગી સુંદર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી બ્રાન્ચ ઘામરડા દ્વારા સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના માર્ગદર્શન હેઠળ તારીખ 5/ 1 /2025 ને રવિવાર સવારે 10:00 વાગ્યા ના રોજ ધામરડા પ્રાથમિક શાળા ખાતે વિશાળ રક્તદાન શિબિર નું આયોજન શ્રી ભુપેન્દ્રભાઈ ગડરીયા ઝોનલ ઇન્ચાર્જ જોન નંબર 31A સંત નિરંકારી મંડળ (દિલ્હી)ઝોન દાહોદ સાથે સહયોગી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા સાથે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇન્ડિયન સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ઘાનકા, વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ ,ખજાનચી કમલેશ લીમ્બાચીયા, મંત્રી જવાહરભાઈ શાહ ,સહમંત્રી સાબીર શેખ ,બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર ,કારોબારી સભ્ય રાજેશભાઈ બચાણી, ડો ધર્મેન્દ્ર અગ્રવાલ ,મુકુન્દરાય કાબરાવાલા સેવાભાવી સભ્ય રજનીકાંતભાઈ મોઢિયા ,શિલ્પાબેન રાણાપુરવાલા, નરેશભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા .માનવતા ના કાજે રક્તદાન મહાદાન રક્તદાન જીવનદાન એ ઉક્તિને સાકાર કરતા 375 થી વધુ રક્તદાતાઓએ માનવતાવાદી કાર્યમાં સહયોગ આપી રક્તદાન કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા તમામ રક્તદાતાઓને સર્ટીફીકેટ અને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા . ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા આવા માનવતાવાદી અને સમાજ ઉપયોગી મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા બદલ સંત નિરંકારી મિશન તેમજ ખૂબ વિશાળ સંખ્યામાં રક્તદાન કરનાર રક્તદાતાશ્રીઓન ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો

Share

Related posts

દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખી પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું

gujaratjanekta

રાજ્યકક્ષા નો વિદ્યાર્થી વિજ્ઞાન મંથન કેમ્પ યોજાયો

gujaratjanekta

ગોધરા શહેર નું પ્રશાસન કુંભકર્ણ ની નિંદ્રામા !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial