Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરા શહેરના ૩૦ સ્થળોએ પાણીમાં ન્હાવા તથા ભીડ થવા પર પ્રતિબંધ

ઇન્ચાર્જ પોલીસ કમિશનરશ્રી ડૉ.લીના પાટીલે વડોદરા કમિશનરેટ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં બનેલી દુર્ઘટનાની વિગતોના આધારે ૩૦ સ્થળોને જોખમી જાહેર કર્યા છે. આ જોખમી સ્થળ/વિસ્તારમાં પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાણીમાં ન્હાવા કે ભીડ ભેગી થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જોખમી સ્થળોની યાદી જોઈએ તો, હરણી વિસ્તારમાં હરણી લેક ઝોન (મોટનાથ તળાવ), હરણી લેક ઝોન તળાવ, હરણી ગામ તળાવ હનુમાન મંદિર સામે, ખોડીયાર નગર તળાવ, દરજીપુરા ગામ તળાવ, કોટાલી – સમા નર્મદા કેનાલ, અટલાદરા વિસ્તારમાં અટલાદરા ગામ, વારસિયા ધોબી તળાવ, રાવપુરા સુરસાગર, ફતેગંજ છાણી કેનાલ, સમા તળાવ, ગોત્રી તળાવ, વાસણા તળાવ, સરસીયા તળાવ, છાણી વિસ્તારમાં છાણી તળાવ, આધા તલાવડી, દશરથ તળાવ, મલાઈ તળાવ, પદમલા તળાવ, નાથા તળાવ અને મીની નદી, લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્મશાન પાસેનું તળાવ, અંકોડિયા કેનાલ, ગોત્રી-સેવાસી કેનાલ, જેપી રોડ વિસ્તારમાં મુજમહૂડા વિશ્વામિત્રી નદી, તાંદલજા ગામ તળાવ અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના મહીસાગર નદી (કોટણા અને અનગઢ ગામ) અને ફાજલપુર મહીસાગર માતાના મંદિરને જોખમી સ્થળ/વિસ્તાર જાહેર કરી પાણીમાં ન્હાવા કે ભીડ થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું તા.૨૫-૦૨-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Share

Related posts

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રદેશ હોદ્દેદારોની વરણી – જાણો વધુ

gujaratjanekta

શહેરા વકીલ મંડળના પ્રમુખ તરીકે અશરફભાઈ પટેલ ઉપ પ્રમુખ ઇન્દ્રજીત બારીઆ ચૂંટાયા

gujaratjanekta

ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના નાદ સાથે ફતેપુરા નગરમાં ગણપતિ બાપ્પાનુ વિસર્જન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial