Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા વકીલ મંડળ બાર એસોસિએશન ચૂંટણી યોજાઈ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી

ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા

પ્રમુખના બે ઉમેદવારોને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરવામાં આવ્યાવકીલ પ્યારેલાલભાઈ કલાલને ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યુંઉપપ્રમુખ તરીકે એડી રાઠોડ ને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા  ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા વકીલ મંડળ બાર એસોસિએશન ચૂંટણી વકીલ મંડળના સભાખંડમાં વકીલ મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવેલ હતી જેમાં પ્રમુખનો ઉમેદવાર વકીલ પ્યારેલાલભાઈ કલાલ તેમજ વકીલ શરદભાઈ ઉપાધ્યાય ને 11 11 મત સરખા મળતા ચિઠ્ઠી ઉછાળી વકીલ પ્યારે લાલભાઈ કલાલ નુ નામ નીકળતા તેઓને ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખના ઉમેદવાર વકીલ એડી રાઠોડને ને 22 મત મળ્યા હતા જ્યારે વકીલ એન એસ. ચરપોટને 10 મત મળતા વકીલ એ ડી રાઠોડને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન વકીલ અને ચૂંટણી અધિકારી અમીતભાઈ અગ્રવાલ એ સફળ સંચાલન કર્યું હતું  ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને એડવોકેટ સી એસ પારગી અમુલભાઇ શાહ પંચાલ સાહેબ શબ્બીરભાઈ સુનેલવાલા તેમજ હરીફ ઉમેદવાર વકીલઓ એ  શુભેચ્છાઓ પાઠવી હતી

Share

Related posts

દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના આવ્યું.

gujaratjanekta

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું બેઢિયા ગામે ઉદ્ઘાટન

gujaratjanekta

PM મોદી આજે દેશના 75 જિલ્લામાં ડિજિટલ બેંકિંગ યુનિટનું કરશે ઉદ્ઘાટન,

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial