Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકામા ચાલતું કોરિડોરનુ કામ ખેડૂતો દ્વારા બંધ કરાવાતા વહીવટી તંત્ર દોડી આવ્યું : 5 ડિસેમ્બરે અસરગ્રસ્તોને તમામ માંગણી અંગે જવાબ આપવાનુ વહીવટી તંત્ર દ્વારા બાંહેધરી

પંકજ પંડિત

આજરોજ 03-12-2024ના રોજ ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં *કોરીડોર હાઇવેનું કામ બંદ કરાવવા માટે તમામ ખેડૂતો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી કોરીડોર હાઇવે નું કામ બંદ કરાવ્યું હતું. ઝાલોદ તાલુકા ના દિલ્હી – મુંબઈ નેશનલ કોરીડોર હાઇવે ના અસરગ્રસ્ત તમામ આદિવાસી ખેડૂત ભાઈ બહેનોએ પોતાની મૂળભૂત સુવિધાઓ બાબતે અને પાક નિષ્ફ્ળના વળતર માટે વસ્તી ગામે એકઠા થઈ અગાઉ પ્રાંત અધિકારી ઝાલોદને આવેદન મારફત સર્વેની યાદી આપતી વખતે ચીમકી ઉંચારેલ હતી કે તા. 2/12/2024 સોમવાર સુધી અમને લેખિત બાંહેદરી મળવી જોઈએ નહીતો તા. 3/12/2024 ના મંગળવાર ના રોજ થી ચૌદ ગામોમાં ચાલતું કોરીડોર હાઇવેનું કામ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા બંદ કરાવી દેવામાં આવશે. ગરીબ આદિવાસીઓની જમીન કોરિડોરમા છીનવાઈ ગયેલ હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહેલ છે તેની સાથે જે મૂળભૂત સુવિધાઓ હતી તે પણ ખેડૂતો પાસેથી છીનવાઈ ગયેલ છે અને હાલ ચાલુ ચોમાસામાં હાઇવે માં અણગઢ માટી પુરાણના કારણે પાણીનું વહેણ બંદ થઈ જતાં અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક સડી જતાં ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફ્ળ જતાં ખેડૂતોના પરિવારોને હાલ ગુજરાન ચલાવવું પણ ખુબજ મુશ્કેલ બનેલ છે અને અનેક ખેડૂતોનું અનેક બાબતનું વળતર હજી ચુકવેલ નથી.

ખેડૂતો આક્ષેપ કરતાં કહે છે કે ફક્ત જમીન પડાવી લઈ ઉધોગપતિઓને જ ખુશ કરી સરકાર પોતાનો રાજકીય રોટલો શેકવા માં વ્યસ્ત છે અને સરકાર દ્વારા ગરીબ આદિવાસીઓને વિનાશ તરફ દોરી જવામાં જ રસ છે.
કોરીડોરની સમસ્યા હજુ પુરી નથી થઈ ત્યા તો સરકાર દ્વારા આ વિસ્તારોના ગામોમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવી રહેલ છે અને આ અંગે માપણી પણ ચાલી રહેલ છે.હજુ આ કોરીડોરમા અસરગ્રસ્ત ખેડૂતોને ભોગવવાનું આવ્યું છે ત્યાં જ એરપોર્ટની વાતો થી ખેડૂતો બેકાર તેમજ જમીન વિહોણા થઈ જશે તેવું માનવામાં આવી રહેલ છે કેમકે તેજ ગામોની જમીન ફરીથી છીનવાઈ જશે તેવો ડર ખેડૂતોમા વ્યાપેલો છે. એરપોર્ટ બનશેતો તેની સાથે હોટલ, રસ્તા, પેટ્રોલ પમ્પ, જેવી સગવડો માટે હજી બીજી ખેડૂતોની જમીનો છીનવાઈ જશે અને આદિકાલ થી સંયુક્ત પરિવારમાં જીવન જીવતા જઈ આવી રહેલ હતા તે પરિવારો વેર વિખેર બની જશે અને તેમની રૂઢિ અને પ્રણાલી તૂટી જશે તેમજ અન્ય કોઈ જમીન ન બચતા આદિવાસી તરીકે ઓળખ ખોઈ બેસસે અને ખેડૂતોએ બાળકોને લઈ તંબુ બાંધી ગામે ગામ રખડવાનો વારો આવશ તેમજ ભૂખમારા થી આદિવાસી ઓના પરિવારો ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાશે.
હવે ખેડૂતો પાસે આંદોલન સિવાય કોઈ રસ્તો ન હોઈ ખેડૂતો હક મેળવવા માટે આજરોજ
તા. *03/12/2024 મંગળવાર ના રોજ સવારે 8.00 ક્લાકે થી વસ્તી ગામે* અગાઉ જ્યાં એકઠા થઈ હાઇવેનું કામ બંદ કરાવેલ હતું તેજ જગ્યા એ તમામ ખેડૂતો એ પોતાના સહ પરિવાર સાથે બહેનો ને પણ ખાસ ઉપસ્થિત રાખી મોટી સંખ્યામાં કોરીડોર હાઇવેનું કામ બંદ કરાવ્યુ હતું.
જે દરમ્યાન ચુસ્ત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જ્યાં ખેડૂતોને અનેક સમજણ બાદ પણ ખેડૂતો મક્કમ રહેતાં ઝાલોદ પ્રાંત અધિકારી બંદ સ્થળે દોડી આવ્યા હતા અને બહુ સમજાવટ બાદ પ્રાંત અદિકારીએ 5 ડિસેમ્બરના રોજ લેખિત બાહેંદરી આપવાનું વચન આપતાં ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી એ ગુરુવાર 5 ડિસેમ્બર આપની અને જો તે દિવસે નિરાકરણ નહીં આવે તો 6 ડિસેમ્બર થી અમે કોઈનું સાંભળી શુ નહીં અને હવે ગામે ગામ ત્યાંના સ્થાનિક ખેડૂતો હાઇવેનું કામ બંદ કરાવશે અને ત્યાં જે કોઈ અજુગતી ઘટના બનશે તેની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે તેવી આખરી ચીમકી ઉંચારી ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી એ હાલ પાંચ ડિસેમ્બર સુધી રાહ જોવાનું નક્કી કરી કામ પુન : ચાલુ કરાવ્યું હતું.

Share

Related posts

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે ગીરીબાપુની કથામાં ચોથા દિવસે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

gujaratjanekta

ધારસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા દ્વારા “અમારું વિદ્યાલય -અમારું સ્વાભિમાન” અંતર્ગત સાહિત્ય વિમોચન.

gujaratjanekta

ઝાલોદ પોલિસે સિંઘમની જેમ 27,78,628 નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો ટ્રક ચાલક દૂરથી પોલિસને જોઈ ટ્રક મુકીને નાસી છુટયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial