Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રાકેશ સુથારિયા 10 હાજરની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો

કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર સર્કલ ઓફિસર ને ફરિયાદીએ સરકારી પડતર જમીન ખેતી માટે મેળવવામાં માટે અરજી કરેલ હતી જેમાં સર્કલ ઓફિસરે સંમતિ આપવા માટે રૂપિયા એક લાખની લાંચની માંગણી કરેલ હતી અને હપ્તેથી લાંચની રકમ આપવાનું નક્કી થયેલ હતું ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય જેથી એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી આજરોજ 10,000 ની લાજ લેતા સર્કલ ઓફિસરને રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યો છે.

મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાકેશ કુમાર સુથારીયા ને ફરિયાદી સરકારી પડતર જમીન ખેતી માટે મેળવવા અરજી કરેલ હોય એન જેમાં સર્કલ ઓફિસરની સંમતિ માટે વાત કરવામાં અરજદારે પાસેથી સર્કલ ઓફિસર રાકેશ સુથારીયા દ્વારા એક લાખ રૂપિયાની માંગણી કરી હતી ફરિયાદી લાંચ ની રકમ એક સાથે નહીં હપ્તેથી આપવા સંમતિ જણાવેલ હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી પંચમહાલ ગોધરા એસીબીના સંપર્ક કરી ફરિયાદ આપી હતી એસીબીએ સાથે મળીને છટકો ગોઠવવામાં આવ્યું હતું અને આજરોજ કાલોલ મામલતદાર કચેરી સર્કલ ઓફિસરના ચેમ્બરમાં 10,000 ની લાંચ લેતા સર્કલ ઓફિસર રાકેશકુમાર સુથારીયા ને રંગે હાથે એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો કાલોલમાં સર્કલ ઓફિસર લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા બાદ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવાબ આપ્યો છે

Share

Related posts

ચાર રાજ્યના આદિવાસી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

gujaratjanekta

લુણાવાડામાં વહેલી સવારે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા : ટાઉન પોલીસ ઊંઘતી ઝડપાઈ !

gujaratjanekta

ઝાલોદ નગરમાં અનોખો ચોરીનો કિસ્સો નોંધાયો અંદાજીત 11 થી 12 લાખના મુદ્દામાલની ચોરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial