Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ખેતી માટે બનાવવામાં આવેલ કેનાળો સાફ સફાઈના અભાવે ખેડૂતોને ખેતી માટેના પાણી માટે વલખાં

પંકજ પંડિત

જવાબદાર અધિકારીઓ કેનાળની સફાઈની ગ્રાન્ટ ક્યાં વાપરે છે તે નગરમાં ચર્ચાનો વિષયહાલ નગરમાં શિયાળો ચાલે છે તેથી ખેડૂતો પોતાની જમીનમાં ઘઉંનુ વાવેતર વધુ કરતા હોય છ. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક ગામો અને છેવાડાના ખેડૂતને પાણી સમયસર મળી રહે તે માટે પાણીની કેનાળો બનાવવામાં આવેલ છે સરકાર દ્વારા આ પાણીની કેનાળોની સાફ સફાઈ તેમજ ખેડૂતોને પાણી સમયસર મળી રહે તે માટે કેનાળની સાફ સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ જવાબદાર અધિકારીઓ આ ગ્રાન્ટનો ઉપયોગ પુરો કરતા નથી તેમજ ફક્ત દેખાડો કરવા અવ્યવસ્થિત કેનાળોની સફાઈ કરે છે તેથી ગરીબ ખેડૂતોને પાણી ન મળતાં રોવાનો વારો આવે છે તેમજ પાક નિષ્ફળ જાય તેવું પણ બને છે.

ગરીબ ખેડૂતની આ અંગે રજૂઆત કરે તોય કોઈ સાંભળનાર હોતું નથી. કેનાળોની સાફ સફાઈ દિવાળી પહેલા થઈ જવી જોઈએ પણ હજુ સુધી કોઈ સફાઈ થઈ હોય તેવું જણાતું નથી. ગરીબ ખેડૂતને મોંઘવારીમા પોતાનો પાક બચાવવા આસપાસના કૂવા માથી કે નદી તળાવ માંથી મશીનો અને પાઈપ ભાડે લાવી પાણી લેવું પડે છે તો તે તેમને ખૂબ મોંઘુ પડે છે સરવાળે ખેડૂત બિચારો મોંઘવારીમા પીસાઈ જાય છે. હાલ આ પ્રશ્ન મુવાડામા આવેલ બી.એસ.એન.એલ ઓફિસ પાછળના ખેડૂતોને કેનાળ માથી પાણી મળતું નથી તેનો છે તો જવાબદાર અધિકારીઓ પોતાની આળસ ખંખેરી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ પોતાની સાચી દિશામાં ખેડૂતો માટે ઉપયોગ કરે તેનો છે. જોઈએ જવાબદાર તંત્ર કેટલા દિવસમાં આ અંગે પગલા લેશે કે પછી સબ ચલતા હૈ પ્રમાણે ચાલતું રહેશે.

Share

Related posts

ઝાલોદ નગરપાલિકાનુ એમ.જી.વી.સી.એલનુ 1,95,21,685 નુ લાઈટ બિલ બાકી : એમ.જી.વી.સી.એલ દ્વારા 15 દિવસમાં લાઇટ બિલ ભરવાની નોટિસ મોકલી

gujaratjanekta

અમદાવાદ ખાતે રાજ્યના રાજ્યપાલ દ્વારા ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

gujaratjanekta

સુરતમાંથી 75 લાખની રોકડ જપ્ત કરવાના કેસની તપાસ હવે EDને સોંપાઈ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial