Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ કઢાવવા ઠંડીમાં બાળકો સાથે ઠુઠવાતી પ્રજા : જવાબદાર તંત્ર ઠંડીમા રજાઈ ઓઢી આરામમા

પંકજ પંડિત

છેલ્લા લગભગ 15 દિવસ ઉપરાંત થી આધાર કાર્ડ કઢાવવા માટે વહેલી સવારથી ગ્રામીણ વિસ્તારમાં માંથી આવતી ગરીબ પ્રજા પોસ્ટ ઓફિસ ખાતે બાળકોને લઈ વહેલી સવારે 3 વાગ્યા થી લાઇનમાં લાગે છે પણ જવાબદાર તંત્ર નવીન આધાર કાર્ડ કઢાવવા માટેની અન્ય સુવિધા તાલુકા પંચાયત અથવા નગરપાલિકામા ચાલુ કરતી નથી જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજાને પોતાની ખેતી તેમજ મજૂરીનુ કામ છોડી રૂપિયાનો બગાડ કરી આધારકાર્ડ કઢાવવા આવું પડે છે. અહીંયા આધાર કાર્ડ કઢાવવા આવનાર વ્યક્તિઓ ને પૂછવામાં આવ્યું કે સરકાર દ્વારા અન્ય જગ્યાએ પણ આધાર કાર્ડ સેંટર ફાળવેલ છે તો ત્યાં કેમ નથી જતા તો તેઓએ કહ્યું કે ફક્ત પોસ્ટ ઓફિસ ખાતે જ નવીન આધાર કાર્ડ કાઢવામાં આવે છે બીજા સેંટરો પર આધાર કાર્ડ અપડેટ તેમજ સુધાર માટેની કામગીરી કરવામાં આવે છે. બાળકો માટે નવીન આધારકાર્ડ ફક્ત પોસ્ટ ઓફિસ ખાતે જ કાઢવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ ઓફિસને ને લગતી અન્ય કામગીરી હોવાથી તેઓ આધારકાર્ડ કઢાવવા આવતા લોકોની સંખ્યાને પહોંચી વળી શકતા નથી. જવાબદાર તંત્ર દ્વારા પોસ્ટ ઓફિસ બહાર અન્ય જગ્યાએ આધારકાર્ડ સેંટર હોવાનું કાગળ દિવાલ પર ચોંટાડી રાખ્યું છે પરંતુ તે અંગ્રેજીમા હોવાથી ગ્રામીણ પ્રજાને તેમાં ખબર પડતી નથી તો અન્ય જગ્યાએ આધાર કાર્ડ જ્યાં કાઢવામાં આવે છે તે સ્થળ ગુજરાતીમાં મોટા અક્ષરે લખે તો ગ્રામીણ પ્રજા ને ખબર પડી શકે. ગ્રામીણ વિસ્તારમાંથી વહેલી સવારે થી ભાડાની ગાડી અથવા ચાલતા તેમજ બાઇક લઇ બાળકોને ઠંડીમા ઠુઠવાતા લાવતા હોય છે તેથી બાળકો આવી ઠંડીમાં બીમાર પણ પડી જાય છે. આ બધું જોતા તો એવું લાગે છે કે ભલે પ્રજા કડકડાતી ઠંડીમા આવે પણ જવાબદાર અધિકારીઓને તો રજાઈ ઓઢી આરામ કરવા મળે છે ને…. જો જવાબદાર તંત્રની સુવિધા બધી બાજુ હોય તો તંત્ર દ્વારા નગરમા, ગ્રામ પંચાયતોમા માઈક ફેરવી આ અંગે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ જેથી આવી ઠંડીમા આધારકાર્ડ કઢાવવા માટે પ્રજાને વહેલી સવારથી નંબર લગાવવો ન પડે.

Share

Related posts

ગોધરામાં બામરોલી રોડ પરના વિશાળ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં “કુમકુમ ગરબા મહોત્સવ” નું ભવ્ય આયોજન : ખેલૈયાઓ ગરબે ઘમુવા આતુર

gujaratjanekta

દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખી પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું

gujaratjanekta

નવરચના શાળા ગોધરામાં બાલ સંસદ કમિટી કાર્યક્ર્મ સફળતાપૂર્વક સંપન્ન 

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial