Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં હાઇવે પર આવેલ મોટા ભાગના સી.સી.ટી.વી કેમેરા બંધ ચોરો બિન્દાસ ચોરી કરી પલાયન

પંકજ પંડિત

થોડા દિવસ પહેલાં દાહોદ રોડ પર સુંદરમ હોસ્પિટલની સામે પટેલ કિરાના સ્ટોરના માલિકની પોતાની એક્ટિવા દુકાન બહાર પાર્ક કરેલ હતી તે અજાણ્યો ઈસમ ચોરી કરી નાસી ગયેલ હતો.ત્યારબાદ ધ્રુવ પટેલ દ્વારા મુવાડા ચોકડી, સરદાર ચોક, ગામડી ચોકડી, ઠુઠી કંકાસિયા ચોકડી સુધીના કેમેરા જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ આ દરેક વિસ્તારોમાં કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા. ઠુઠી કંકાસીયા ચોકડી ખાતે તો સી.સી. ટી.વી કેમેરા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. જે તે સમયે આ કેમેરા નગરની સુરક્ષા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો ગુનેગારોને ઝડપી પાડવાના ઉદ્દેશ્યથી લગાવવામાં આવ્યા હતા.
જે તે સમયે નગરપાલિકા દ્વારા આ સી.સી.ટી.વી કેમેરા નાખવામાં આવ્યા હતા પરંતુ આ સી.સી.ટી.વી કેમેરાના નિભાવ ખર્ચ તેમજ નવીનીકરણ કરવામાં નગરપાલિકા વામણી સાબિત થઈ છે જેથી નગરમાં બાઇક ચોરો તેમજ નાની મોટી ચોરી કરતા ગુનેગારો ઝડપી પાડવામાં પોલિસને સફળતા મળતી નથી. હાલ આ તમામ કેમેરાનુ ઓપરેટીંગ ઝાલોદ પોલિસ સ્ટેશન માંથી કરવામાં આવે છે પરંતુ આ કેમેરાના નિભાવ ખર્ચ કેવી રીતે કાઢવું તેનો પ્રશ્ન પોલીસને પણ સતાવી રહેલ છે. નગરના લોકોની તો હાલ એક જ માંગ છે કે દરેક જાહેર માર્ગો પરના સી.સી.ટી.વી કેમેરા ચાલુ કરે જેથી નગરમાં ફરતા ચોરી કરનાર અસામાજિક તત્વો પર અંકુશ મુકાય.

Share

Related posts

ધાવડીયાની મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી

gujaratjanekta

દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કરણસિંહ ડામોર અને ઉપ્રમુખ તરીકે અરવિંદાબેન પટેલીયાની જાહેરાત

gujaratjanekta

વડોદરામાં 22 હજાર કરોડના ખર્ચે સેના માટે ટ્રાન્સપોર્ટ પ્લેન પ્લાન્ટ બનાવવામાં આવશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial