Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સોસાયટી દાહોદ જિલ્લા શાખા ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

કોમી એકતા અને ભાઈચારાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુંદાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો રાજદીપસિંહ ઝાલા સાહેબ ની અધ્યક્ષતામાં અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જગદીશસિંહ ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ દાહોદ શહેર ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ તહેવાર નિમિત્તે સમાજમાં કોમી એકતા સ્થપાય તે ઉમદા હેતુથી ગણેશ પંડાલ ના આયોજકો તેમજ મુસ્લિમ અને વોહરા ભાઈઓ દ્વારા થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા ના દર્દીને પર્યાપ્ત પ્રમાણમાં લોહી મળી રહે તે માટે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી સોસાયટી ના વોઇસ ચેરમેન દિનેશભાઈ શાહ ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા મંત્રી જવાહરભાઈ શાહ સહમંત્રી સાબીરભાઈ શેખ બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર તેમજ બ્લડ બેન્ક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં દાહોદ સીટી પીઆઈ એએમ કામલિયા અને રવિભાઈ ભરવાડ નો સક્રિય સહયોગ રહ્યો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા 55 થી વધુ રક્તદાતાઓને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપી સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી થવા માટે સન્માનિત કર્યા હતા

Share

Related posts

પંચશીલ કોલેજ ગોધરાના NSS વિભાગના વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારોહ,ગોવિંદી પ્રાથમિક શાળા ખાતે યોજાયો

gujaratjanekta

લોકસભાની ચુંટણીમાં મહીસાગરના વતની અને પંચમહાલ જીલ્લાના રહેવાસી શૈક્ષણિક ઉમેદવાર શૈલેષ ઠાકરે બહુજન સમાજ પાર્ટી માંથી ઉમેદવારી પત્ર ભરતા ત્રિ-પાંખીયા જંગની સંભાવના !! – જુઓ VIDEO

gujaratjanekta

ઝાલોદ માછણનાળા જૂથ પાણી પુરવઠામા નોકરી કરતા કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ન કરાતા કામદારોમા રોષકામદારોના કહેવા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા ધમકી પણ આપવામાં આવેલ છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial