Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લોકોમાં ભારે રોષ – નેતાઓને મોઢા ઉપર કહી દિધું દેખાડાબાજી બંધ કરો

 વડોદરામાં ભારે વરસાદ બાદ નિર્માણ થયેલી પરિસ્થિતિમાં જનતા સાથે એક પણ નેતા ઉભો ન રહ્યો. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે નેતાઓ નાગરિકોના રોષનો ભોગ બન્યા છે. ચૂંટણી સમયે લોકોની તકલીફમાં સાથ આપવાના બણગાં ફૂંકનારા નેતાઓ ખરા સમયે જનતાને કામ ન આવ્યા. શહેરના વિવિધ વિસ્તારોમાં નદીઓના પાણી ફરી વળતાં લોકોની હાલત કફોડી થઈ પરંતું નેતાઓ પોતાના બંગલામાં બેસી રહ્યાં. આવા સમયે લોકોની ભાળ ન લેનારા નેતાઓ સામે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો.

 

ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકોએ ધારાસભ્યનો હુરિયો બોલાવ્યો હતો. છેલ્લા 3 દિવસથી હરણી વિસ્તારના લોકો મુસીબતમાં હતા. તેમ છતાં ધારાસભ્ય દેખાયા ન હતા. મોડે મોડે ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારમાં સફાઈ કરાવવા પહોંચતા લોકોએ રોષ ઠાલવ્યો હતો. લોકોને ખાવાના ફાંફા હતા ત્યારે ધારાસભ્ય પોતાના બંગલામાં બેસી રહી તમાશો જોયો અને હવે વ્હાલા થવાથી શું ફાયદો ?!! 

સરકારની પ્રિમોનસુન કામગીરી સામે પણ સવાલો લોકો ઉઠાવી રહ્યા છે ત્યારે જોવાનુ એ રહ્યુ કે શુ લોકોને પડતી તકલીફો દુર થશે કે પછી જૈ સૈ થે !??

Share

Related posts

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

gujaratjanekta

દાહોદ જિલ્લાની આરોગ્ય ટીમ પોલિયો માટે રતનમહાલના દુર્ગમ જંગલોના ગામમાં પહોંચી

gujaratjanekta

એકલ ગ્રામોથ્થાન ફાઉન્ડેશન દ્રારા અગ્નિવીર સૈનિક નુ સન્માન કરવામા આવ્યુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial