Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરા ખાતે નવીન અંજલિ ડેન્ટલ ક્લિનીકનો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં શુભારંભ

સંકેત પંડ્યા -એડિટર

આજરોજ ગોધરા શહેરમાં અંજલિ ડેન્ટલ ક્લિનિક, વિશ્વકર્મા ચોક ખાતે નવિન સ્થળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ, પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર, ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ધારાસભ્ય સી.કે રાઉલજી સહિત સમસ્ત ગોધરા શહેર અને જિલ્લાના રાજકીય આગેવાનો, વરિષ્ઠ પદાધિકારીઓ, શહેરના જનલોકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય દ્વારા કરી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના ઉપપ્રમુખ અને મધ્યઝોનના પ્રભારી શૈલેષભાઈ ઠાકર દ્વારા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ નવિન ડેન્ટલ ક્લિકનીકમાં ચેક અપ માટે આવતા તમામ દર્દીઓને અંજલી ડેન્ટલ ક્લિનિક ગોધરાના નિષ્ણાંત તબીબ ડૉ.ચિરાગ ઠાકર, ડો. હર્ષ ઠાકર દ્વારા પાન – મસાલા – તમાકુ – ગુટકા જેવા વ્યસનોથી થતા નુકશાનથી માહિતગાર કરાયા હતા.તેમજ સમાજમાં તથા ખાસ કરીને યુવા વર્ગમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ સમયે સમયસર આવા જીવલેણ રોગોનું નિદાન થાય અને ઘરના મોભી તેમજ યુવા વર્ગ સજાગ થાય તે ખુબ જ જરૂરી છે તેવી સમજણ અપાઈ હતી.

અંતમાં ગોધરા સહિત પંચમહાલ, મહીસાગરથી પધારેલ તમામ મહેમાનોનો તેમજ ઉપસ્થિત સૌ કોઈનો ગોધરાના સેવાભાવી શૈલેષભાઈ ઠાકરે આભાર માન્યો હતો.

Share

Related posts

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટોઆંતરરાજ્ય વાહન ચોર ટોળકી ઝબ્બે.

gujaratjanekta

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ રાજદિપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ ઝાલોદ, લીમડી, સુખસર, ફતેપુરાના રામનવમીના આયોજકો સાથે મીટીંગ યોજાઈ

gujaratjanekta

લેખિકા પ્રાચી વોરાનું “ભગવદ્ ગીતા અને યુવાનો” નામના પુસ્તકનું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડ્યા ના હસ્તે વિમોચન – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial