Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગાયત્રી પરિવાર દ્વારા ઝાલોદ ઝલાઈ ડુંગરી ફળિયા ખાતે ૨૮ ઘરોમાં ગાયત્રી મહાયજ્ઞ .

પંકજ પંડિત

સંત રવિદાસ ટ્રસ્ટ ઝલાઈ ડુંગરી ફળિયા ઝાલોદ ખાતે ગાયત્રી પરિવાર ઝાલોદ દ્વારા ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અંતર્ગત 28 ઘરોમાં ગાયત્રી મહાયજ્ઞ ઝાલોદ,દાહોદ અને સંતરામપુર ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ છે. કાર્યક્રમ દરમિયાન ગાયત્રી ઉપાસના વ્યસન મુક્તિ જીવન ઉપયોગી સાહિત્યનું વાંચન તેમજ વિવિધ સંસ્કારોની સાથે વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણની સાથે રાષ્ટ્ર કલ્યાણ અને માનવીના જીવન મૂલ્યો પર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરતભાઈ શ્રીમાળી, દિનેશભાઈ ભુનાતર, અશ્વિનભાઈ ભુનાતર ,બાબુભાઈ ભુનાતર, શંકરભાઈ ભુનાતર, રામચંદભાઈ ભુનાતર તેમજ ગાયત્રી પરિવાર માંથી ગોપીચંદ ભુરીયા રૂપસિંહ આર ચંદાણા ,રસુભાઈ ભાભોર સરદારભાઈ લબાના ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી પરિવાર દ્વારા તમામ આયોજક ભાઈઓનું ઉપવસ્ત્ર સ્વાગત સન્માન કરવામાં આવેલ છે ત્યારબાદ ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમ પૂર્ણ કરેલ છે

Share

Related posts

ઝાલોદ કૉલેજમાં વક્તૃત્વ તથા સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ધાવડીયા તરફથી દારૃના જથ્થા સાથે અલ્ટો કાર પકડાઈ ચાલક ફરાર

gujaratjanekta

ઝાલોદ તાલુકાના વગેલા ગામના ખેતર માંથી ગાંજાનો 2,09,400 નો મુદ્દામાલ ઝડપી પાડતી એસ.ઓ.જી દાહોદ એક વ્યક્તિની અટકાયત કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial