ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
- મહિલા રેસીડન્સ ડોક્ટર પર રેપ તેમજ હત્યાના વિરોધમાં ડોક્ટરે પાડેલ હડતાલ
ફતેપુરા તાલુકા સહિત ફતેપુરાના ના મુખ્ય મથક ફતેપુરા ડોક્ટર એસોસિયન દ્વારા આજરોજ એક દિવસ માટેની ઓપીડીબંધ રાખી સામુહિક આરોગ્ય કેન્દ્ર આગળ ભેગા થઈ ફતેપુરા ડોક્ટર એસોસિયનના પ્રમુખ ડોક્ટર રીતેશભાઈ પંચાલની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે નીકળી ફતેપુરા મામલતદાર કચેરી આવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતો પશ્ચિમ બંગાળના કલકત્તામાં આર જી મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર રેપ તેમજ કૃતપૂર્વક હત્યા કરવામાં આવી હતી જે ઘટનાના પડઘા સમગ્ર ભારત દેશને હચ મચાવી દીધા છે મહિલા ડોક્ટર પર અમન્ય કૃત્ય આચારનાર ના વિરોધમાં સમગ્ર ભારતમાં તારીખ 17 8 2024 ના રોજ અલગ અલગ ડોક્ટર સંગઠનો દ્વારા ઓપીડી બંધ રાખી ગુનેગારોને ત્વરિત ધરપકડ કરી કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં ડોક્ટર સાથે થતાં હુમલા માટે કડક કાયદાકીય અમલવારી થાય તેવી માગ સાથે ફતેપુરા તાલુકાનાડોક્ટર દ્વારા ફતેપુરા સહિત તાલુકાના તમામ દવાખાનુ એક દિવસ માટે બંધ રાખી રેલી સ્વરૂપે નીકળી મામલતદાર કચેરી આવી નાયબ મામલતદાર પુરવઠા રાણાને આવેદનપત્ર આપી ગુનેગારને કડકમાં કડક સજા કરવામાં આવેની રજૂઆત કરી હતી મામલતદાર શ્રી રાણા એ આવેદન પત્ર સ્વીકારી સરકારશ્રીમાં મોકલી આપવાની ખાતરી આપેલ હતી

