Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હર ઘર તિરંગા અભિયાન ફતેપુરા ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારની પ્રેરક ઉપસ્થિતમાં”તિરંગા યાત્રા” યોજાઈ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ ૮ મી થી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા અભિયાન” અને “તિરંગા યાત્રા” યોજાઈ રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં અબાલવૃદ્ધ સર્વે નાગરિકો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.ફતેપુરા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે મામલતદાર કચેરી આગળથી ડીજેના તાલે હાથમાં તિરંગા ઝંડો લહેરાવી ને તિરંગા યાત્રા નીકળેલ હતી જે ફતેપુરા નગરમાં થઈને શ્રી આઈ કે દેસાઈ હાઈસ્કૂલમાં સમાપન થયેલ હતો જેમાં શાળાના બાળકો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં સામેલ થયા હતા.  નાગરિકોએ હાથમાં તિરંગો ઝંડો લહેરાવીને દેશભક્તિ અને એક અખંડ ભારતનો પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. નોંધનીય છે કે,જિલ્લાની તમામ શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશપ્રેમ વ્યક્ત કરતી અનેકવિધ પ્રવૃતિઓ થઈ રહી છે, જેને પગલે શહેર-જિલ્લાના બાળકો, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકો દેશભક્તિના રંગે રંગાયા છે. શાળાઓની પ્રેરણાથી ભૂલકાઓ બાળપણથી જ દેશભક્તિના પાઠ શીખી રહ્યા છે.આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પારગી તાલુકા વિકાસ અધિકારી બારીયા એસ પી સી એ સભ્ય ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ દાહોદ જિલ્લા શબ્બીરભાઈ સુનેલવાલા પીએસઆઇ પરમાર તલાટી કમ મંત્રીશ્રીઓ આંગણવાડીની બહેનો નર્સ બહેનો તબીબો સહિત તાલુકાના અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ તેમજ બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

લશ્કરી ભરતી (આર્મી)માં જોડાવવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ યોજના અમલમાં – જાણો વધુ

gujaratjanekta

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર શુભેચ્છા આપવામાં આવી

gujaratjanekta

મધ્યપ્રદેશના હલકી મનોવૃત્તિના IAS અધિકારી સંતોષ વર્માના બ્રહ્મસમાજ વિરુધ્ધના બોલાયેલા હલકટ શબ્દો સામે ગુજરાત બ્રાહ્મણ સમાજ વતી આકરો રોષ વ્યક્ત કરતા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેશ ઠાકર – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial