Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરામા આધ્યશક્તિ મહિલા મંડળ દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવીમોટી સંખ્યામાં મહિલાઓ એ કાવડ યાત્રામાં ભાગ લઈ આખું વાતાવરણ ભક્તિમય કરી દીધું

પંકજ પંડિત

*ફતેપુરા માં તા.5.આજરોજ શ્રાવણ પ્રથમ સોમવારે ભવ્ય આધ્યશક્તિ મહીલા મંડળ દ્વારા કાવડ યાત્રા યોજવામાં આવી. કાવડ યાત્રાએ લોકોમાં અનેરું આકર્ષણ ઉભુ કર્યું હતું ,ખૂબ મોટા પ્રમાણમાં મહિલાઓ તેમજ નાની નાની બાળકીઓએ પણ કાવડ યાત્રા માં ભાગ લીધો હતો. આ કાવડ યાત્રા ભક્તિભાવ વાળા વાતાવરણ તેમજ ઝરમર વરસાદની વાંચે યોજાઈ હતી. આખી કાવડ યાત્રા દરમિયાન ઓમ નમઃ શિવાયના પવિત્ર મંત્ર સાથે વાતાવરણ ગુંજતુ જોવા મળતું હતું. કાવડમા પવિત્ર જળ લઇ ભગવાનને અભિષેક કરવાનો અનેરો ઉત્સાહ મહિલાઓમા જોવા મળતો હતો. મહિલાઓ દ્વારા કાઢવામાં આવેલ કાવડ યાત્રામા મહિલાઓમાં અનેરો ઉત્સાહ અને જોશ જોવા મળતો હતો. આ કાવડ યાત્રા ભગવાન નિલકંઠ મહાદેવ વડવાસ મંદિર થી ફતેપુરા નગરમાં ફરી શ્રી કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ મહિલાઓએ ભગવાન મહાદેવને સર્વ લોકોનું કલ્યાણ થાય સુખ શાંતિ અને આવનાર વર્ષ સારું જાય તેવી પ્રાર્થના ભોળાનાથ પાસે કરી હતી તેમજ ધર્મનો જય જયકાર રહે અને અધર્મનો નાશ થાય તેવી યાચના ભોળાનાથ પાસે કરવામાં આવી હતી. આખું મંદિર પરિસર બોલ બમ જય બમ અને હરહર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠયું હતું તેમજ ધર્મ ધર્મનો જય કાર બોલાવતા ,ધર્મનુ પ્રતિક એવો કેશરીયો ધ્વજ સદા લહેરાતો રહે તેવા આશીષ સાથે આખું નગર ધાર્મિકતાના રંગે રંગાયુ હતું અને આવનાર દરેક લોકો ભક્તિમય વાતાવરણમા લીન જોવા મળતા હતા. ફતેપુરા હિન્દુ સમાજના કાર્યકર્તાઓ દ્વારા ખુબજ મહેનત કરી કાર્યકમ યોજી સફળ બનાવ્યો હતો.

Share

Related posts

ઝાલોદ નગરમાં બાબા શ્યામના જન્મોત્સવ નિમિતે બાબા શ્યામના જય જયકાર સાથે શ્યામ હવેલી ગુંજી ઉઠી

gujaratjanekta

“માંડવીમાં મંદિર ચોરી-મ્યુઝિક ફુવારાની કેબલ ચોરી ઉકેલાઈ”

gujaratjanekta

ગુજરાતમાં વધુ બે નગરપાલિકા બનશે મહાનગરપાલિકા – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial