Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગલીયાકોટ બાબજી શહીદના ઉર્સ પર જતા મહેમાનો માટે ઝાલોદ આરટીઓ કચેરી નજીક ચા નાસ્તા અને જમનનો ઈંતેજામ રાખવામાં આવેલ છે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ઝાલોદ હિજબે બાબજી ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ છેશુક્રવારના રોજ ગલીયાકોટ બાબજી શહીદ નો ઉર્સ છ રાજસ્થાન રાજ્યના ગલીયાકોટ મુકામે દાઉદી વ્હોરા સમાજના સૈયદી ફકરૂદ્દીન શહીદ નો ઉર્સ શુક્રવારના રોજ હોય દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ ઉર્સના મોકે હાજર રહેવાના હોય દાઉદી વ્હોરા સમાજના પર દેશ વિદેશથી ઉર્સમાં સામેલ થવાના હોય ઝાલોદ મુકામે ઝાલોદ હિજબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહીદના ઉર્સ પર ઝાલોદ થઈને જનાર દરેક દાઉદી વ્હોરા સમાજના લોકો માટે ઝાલોદ આર ટી ઓ બાયપાસ ચા નાસ્તા અને જમણનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ 31 /7/2024 થી 3 /8/ 2024 બુધવારથી શનિવાર સુધી સવારના 05:00 વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી ચા નાસ્તો અને જમણ આપવામાં આવશે આ ચાર દિવસ દરમિયાન ઉર્સ પર જતા અને આવતા તમામ દાઉદી વ્હોરા સમાજના અંદાજે 10 થી 15 હજાર જેટલા મહેમાનો લાભ લેશે સારી રીતે મહેમાનોને ચા નાસ્તા અને જમણનો આયોજન થાય તે માટે whatsapp નંબર 90 33 350 52 7 પર કોન્ટેક્ટ કરવા માટે વિનંતી કરવામાં આવેલ છે હિઝબે બાબજી ઝાલોદ દ્વારા દર વર્ષે ગલીયાકોટના બાબજી શહીદના ઉર્સ પર જતા મહેમાનો માટે ખીદમત  કરે છે

Share

Related posts

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ થી તાલુકા શાળા સુધી જતા બિસ્માર રસ્તામા ખાયકી થયાના ગંભીર આક્ષેપો લગાવતા નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર

gujaratjanekta

‘કોંગ્રેસના શાસનમાં આપણા સૈનિકોના માથા કાપવામાં આવતા હતા’, અમિત શાહે કહ્યું- પીએમ મોદીએ દેશને સુરક્ષિત બનાવ્યો

Admin

ઝાલોદ તાલુકાના ગરાડું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઇ રહેલા વેરી હાઈ રિસ્ક સગર્ભા માતાને પોષણ કીટ અપાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial