Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.

આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જેમના માતા અથવા પિતા નથી તેઓને સેવાકીય પ્રવૃતિઓમાં સતત કાયૅરત એવા સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુલ ૩૮ વિધાર્થીઓને દફ્તર, નોટબુક, ચોપડાઓ, પેન પેન્સિલ,કંપાસ બોક્સ, બિસ્કીટ તથા અન્ય શૈક્ષણિક કીટ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તબક્કે શાળા પરિવારના સદસ્યો વિધાર્થીઓના વાલીઓ, ગ્રામજનો યુવાનો તથા શાળા પરિવાર તથા એસ એમ સી સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે એક શૈક્ષણિક કીટ ની કુલ અંદાજિત કિંમત ૫૦૦ થી વધુ હતી.
આ સમયે શાળામાં સંસ્થા પ્રમુખ હરેશભાઈ બીલવાળ, દાહોદ જિલ્લા પ્રમુખ ભાવસિંગભાઈ બીલવાળ , જિલ્લા મંત્રી મનોજભાઈ કટારા, . સભ્ય શ્રી. જવસીંગભાઇ મોહનિયા , ચુનીલાલભાઈ મુનિયા, સંજયભાઈ , અનિલભાઈ , વિશાલભાઈ , પ્રેમકુમાર, પ્રેમ બીલવાળ વગેરે મિત્રો ઉપસ્થિત રહી પોતાના વરદહસ્તે વિધાર્થી મિત્રોને શૈક્ષણિક કીટ ભેટ આપી હતી.‌ જેમાં પત્રકાર વિભાગમાંથી મહેશભાઈ બીલવાળ (પત્રકાર). તથા અરવિંદ નીનામા (પત્રકાર) , યોગેશભાઈ ચૌહાણ ( પત્રકાર) વગેરે એ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ તબક્કે સમગ્ર શાળા પરિવાર વતીથી સૌ સેવા કરનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

લીમખેડાડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા લીમખેડા ની મુલાકાતે

gujaratjanekta

મહીસાગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી – જાણો વધુ

gujaratjanekta

લોકોમાં ભારે રોષ – નેતાઓને મોઢા ઉપર કહી દિધું દેખાડાબાજી બંધ કરો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial