Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ આપ પાર્ટીની સમીક્ષા બેઠક ચેતરભાઇ વસાવાની ઉપસ્થિતમા યોજાઈ

ચેતરભાઇએ ભ્રષ્ટાચાર વિશે જર્જરિત શાળાઓ ,શિક્ષકોની ભરતીમા અભાવની ચર્ચાઓ કરી

ઝાલોદ વિશ્રામ ગૃહ ખાતે આજરોજ ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા તેમજ આદિવાસી સમાજના યુવા નેતાની આગેવાની હેઠળ ઝાલોદ -સંજેલી આપ પાર્ટીની જાહેરસભા તેમજ સમીક્ષા બેઠકનુ આયોજન કરાયુ હતુ …..
ઝાલોદ ન.પાલિકા સમિતિ.ઝાલોદ ગ્રામ્ય સમિતિ સંજેલી તા.સમિતિ મહિલા મોરચા પ્રમુખ ઝાલોદ વિધાનસભાના ઉમેદવાર અનિલ ગરાસિયા તેમજ અન્ય વિધાનસભા ઉમેદવારોએ તેમજ આપ પાર્ટીના વિવિધ હોદેદારો – કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર અર્પણ કરી ચેતર વસાવાનુ ભવ્ય સ્વાગત કરાયુ હતુ..
ચેતર વસાવા દ્વારા સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ તેમજ સંગઠન આગેવાનોને આવકાર આપી પોતાની આ વિસ્તારમા મુલાકાત વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે આ વિસ્તારમા ઘણા સમયથી ભાજપની સરકાર છે અને રાજય સરકારમા મંત્રીઓ પણ સાથે જ સાંસદ પણ છે માટે આદિવાસી બહુલ વિસ્તારનો વિકાસ થયો હશે પરંતુ મારી આ મુલાકાત દરમિયાન મને એવુ હતુ કે આ વિસ્તારની મહિલાઓને,યુવાનોને સરકારી લાભ મળ્યા હશે પરંતુ હુ આ પ્રવાસમા જાણયુ તો દુઃખ થયુ કે આ વિસ્તારમા હજીય પણ અનેક સમસ્યાઓ લોકો ભોગવી રહ્યા છે .શાળાઓ તો છે બાળકો પણ અભ્યાસ કરવા જાય છે પરંતુ શાળાઓ જર્જરિત હાલતમા છે, શિક્ષકોનો અભાવ છે બાળકો જોખમી રીતે શાળામા અભ્યાસ કરી રહ્યા છે શિક્ષકોની ભરતી થઈ રહી.નળ સે જલ યોજના હોય કે મનરેગાના કામો દરેકમા ભ્રષ્ટાચાર વ્યાપક જણાય આવે છે આમ સરકારની વિવિધ યોજનામા લાભથી વંચિત લોકો વિશે તેમજ ભ્રષ્ટાચાર વિશે તેઓએ જણાવ્યુ હતુ ત્યાર બાદ તેઓએ તમામ જીલ્લા,તાલુકા અને ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો સાથે મિટીંગ યોજી તેઓ સાથે વિવિધ વિષયો ઉપર ચર્ચાઓ કરી હતી.

Share

Related posts

ફતેપુરા તાલુકાના બલૈયા માં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલમા ગૌરીવ્રત નિમિતે શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

gujaratjanekta

ગોધરા મુસ્લિમ સમાજ વકફ (શુરા)ના આગેવાનોનુ નુપુર શર્મા સામે તાત્કાલિક કાયદેસર ના પગલા લેવા આવેદન પત્ર આપવામા આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial