Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે હિન્દુ સનાતન સમિતિની બેઠક સોમનાથ મહાદેવ મંદિરે યોજાઈ

તારીખ 07-07-2024 રવિવારના રોજ ભગવાન જગન્નાથની સાતમી રથયાત્રા નગરમાં નીકળનાર છે. રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સનાતન હિન્દુ સમિતિ દ્વારા એક બેઠક સોમનાથ મહાદેવ મંદિરે યોજવામાં આવી હતી. આ મીટિંગમાં આસરે 200 થી વધુ લોકોએ હાજર રહી રથયાત્રા સમિતિનો જુસ્સો વધાર્યો હતો. બેઠક ચાલુ થતા પૂર્વે હનુમાન ચાલીસા કરી બેઠક ચાલુ કરવામાં આવી હતી. આ મીટિંગમાં નગરમાં નીકળનાર રથયાત્રાની વિવિધ કામગીરી પર ચર્ચા વિચારણા કરી તેની જવાબદારી અલગ અલગ સમિતિને સોંપવામાં આવી હતી. મીટિંગમાં આવનાર સનાતન હિન્દુ ધર્મ સમિતિનો એક જ નારો સર્વાનુમતે જોવા મળ્યો હતો જગતના તાત એવા જગન્નાથ ભગવાનની રથયાત્રા ધામધૂમથી ભક્તિભાવ વાળા વાતાવરણમાં નીકળે અને તેમાં નગરના દરેક સમાજના લોકો મોટા પ્રમાણમાં જોડાય તે માટે ઉપસ્થિત સહુ લોકોને હાકલ કરવામા આવી હતી.

Share

Related posts

ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે છે

gujaratjanekta

જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી ભણેલા કે અભણ ?? T.P.E.O. નો ચાર્જ સુપ્રત કરવાની વ્હાલા દવલાના વહીવટ સામે પ્રા.શૈક્ષિક મહાસંઘ મેદાનમાં !!

gujaratjanekta

ફાર્મા, ફૂડ, હેવી મેટલ-એગ્રિકલ્ચર ઉદ્યોગો LPG સપ્લાયની છૂટ, કેન્દ્રનો મોટો નિર્ણય, ગુજરાતના સિરામિકને ફાયદો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial