Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના રાહગીરો રોડ પર ઉડતી ધૂળ થી હેરાન : રોડના ડિવાઇડર પર જામેલી ધૂળો સાફ કરવા માંગ કરાઈ

પંકજ પંડિત ઝાલોદ.

ઝાલોદ નગરમાં આવેલ બસ સ્ટેશન થી દાહોદ રોડ, બસ સ્ટેશન થી બાંસવાડા, ઠુંઠી રોડ થી હનુમાનજી મંદિર જતા રોડ પર ડિવાઇડર વાળો રોડ આવેલ છે. આ ડિવાઇડર રોડની બન્ને બાજુ ધૂળોનો કચરો મોટા પ્રમાણમાં જોવા મળે છે. અહીંથી નીકળતા વાહનો કે રાહગીરોને આ ઉડતી ઘુળોનો સામનો કરવો પડે છે. આ ધૂળની ઉડતા આવતા જતા રાહગીરોના આંખોમાં આવે છે તેથી અજાણ્યે ધૂળ ઉડીને આવતા અકસ્માતનો ભય પણ રહે છે. હાલમાં નગરમાં સુસવાટા મારતો પવન ફૂંકાય છે જેથી આ ઉડતી ધૂળો નગરજનોને વધુ હેરાન કરે છે વળી જો કોઈ વાવાઝોડું કે પવન ફૂંકાય તો રોડ પરની ધૂળો નગરજનોની દુકાનોમા પણ ભરાય છે. આ ઉડતી ધૂળો થી હેરાન નગરજનો તાત્કાલિક ડિવાઇડરની બંને બાજુ જામી ગયેલ ધૂળ સાફ કરવા માંગ કરી રહેલ છે.

Share

Related posts

ઝાલોદ તાલુકામા તોફાની પવન ફૂંકાતા નગરમાં અંધારપટ છવાયો : તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર થી પસાર થતા ટાટા એસીઇ વાહનમાં કતલખાને લઈ જવાતી ત્રણ ભેસો વીએચપી ના કાર્યકર્તાઓએ ઝડપી પોલીસને સોંપી

gujaratjanekta

દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સંપન્ન થઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial