Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ લાયન્સ ક્લબના 50 મા પ્રમુખ બનતા મૂકેશ અગ્રવાલ મૂકેશ અગ્રવાલના પરીજનો માટે ડબલ ખુશી લાયન્સ ક્લબ પ્રમુખની સાથે સાથે 37 મી મેરેજ એનિવર્સરી

પંકજ પંડિત- ઝાલોદ.

લાયન્સ ક્લબ એક ઇન્ટરનેશનલ સેવાકીય સંસ્થા છે. જેનો ડંકો દેશ વિદેશમાં જોવા મળે છે. ભારતમાં લાયન્સ કલબ 1917 થી સ્થાપિત છે અને તેણે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું છે. ઝાલોદ નગરમાં 08-06-1974 ના રોજ લાયન્સ કલબની સ્થાપના કરવામાં આવી હતી. સતત 49 વર્ષ થી ઝાલોદ નગરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા આગવું સ્થાન ઉભું કર્યું છે.
લાયન્સ કલબ હોલમા 50 મા ઇન્સટોલેશન સેરેમનીનો પ્રોગ્રામ યોજાયો હતો. પ્રોગ્રામની શરુઆત આમંત્રિત મહેમાન તેમજ શપથવિધિ કરાવવા માટે આવેલ મુખ્ય મહેમાન લાયન સંજીવ પંચોલીના સ્ટેજ પર બોલાવી સ્વાગત સાથે કરવામાં આવેલ હતી તેમજ સાથે સાથે ઝાલોદ, લીમડી , દાહોદ થી ઉપસ્થિત તમામ લાયન મેમ્બરોનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાવ્યા નાયર દ્વારા સ્વાગત ડાન્સ કરી ઉપસ્થિત મહેમાનોનુ સ્વાગત કર્યું હતું. પૂર્વ પ્રમુખ લાયન કૃષ્ણકાંત ખંડેલવાલ દ્વારા ઉપસ્થિત લોકોને સંબોધિત કરવામાં આવ્યા હતા તેમજ તેમના કાર્યકાળમા સુંદર સાથ સહકાર આપનાર તમામ લાયન મેમ્બરોનો આભાર માની સભાની શરૂઆત કરી હતી.
રાષ્ટ્ર વંદનાની રજુઆત સલોની અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ લાયન્સ કલબના મંત્રી જવાહર અગ્રવાલ દ્વારા વર્ષ દરમ્યાન કરેલ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો ટૂંકમાં ચિતાર આપવામાં આવેલ હતો. લાયન સોનલ દેસાઈ દ્વારા વડોદરા થી આવેલ મુખ્ય મહેમાન એવા લાયન સંજીવ પંચોલી વિશે માહિતી આપી હતી તેમજ તેમને રાષ્ટ્રવાદ અને લાયન્સ કલબ વિશે માહિતી આપવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. લાયન સંજીવ પંચોલી દ્વારા સ્ટેજ પર સુંદર માહિતી આપી સહુના મન જીતી લીઘા હતા. તેમજ છેલ્લે 50 મા લાયન્સ કલબ પ્રમુખ તેમજ તેમના બોર્ડ ઓફ ડિરેક્ટરના શપથવિધિનો પ્રોગ્રામ યોજાયો હતો. પ્રોગ્રામ પૂર્ણ થતા છેલ્લે લાયન સોનલ દેસાઈ દ્વારા સુંદર ગીત રજૂ કર્યું હતું. છેલ્લે આભાર વિધિ લાયન નગીન પટેલ દ્વારા કરવામાં આવેલ હતી. શરૂઆત થી પ્રોગ્રામના અંતિમ પડાવ સુધી માઇક દ્વારા પ્રોગ્રામનુ સુંદર સંચાલન લાયન ધર્મેન્દ્ર અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી.
ઝાલોદ લાયન્સ ક્લબને પચાસ વર્ષ પૂરા થતા તેના પ્રમુખ મૂકેશ અગ્રવાલને બનાવવામાં આવ્યા હતા. લાયન મૂકેશ અગ્રવાલને લાયન્સ ક્લબમા ત્રીજી વાર પ્રમુખ બની સેવા કરવાનો મોકો મળ્યો હતો .લાયન મૂકેશ અગ્રવાલને લાયન્સ ક્લબના 25 વર્ષ પૂરા થતા, ભારતમાં લાયન્સ ક્લબને 100 વર્ષ પૂરા થતા તેમજ આજે ઝાલોદમા લાયન્સ ક્લબને 50 વર્ષ પૂરા થતા પ્રમુખ બનાવવાનો મોકો મળ્યો હતો. લાયન મૂકેશ અગ્રવાલ માટે 50 મા લાયન્સ કલબ પ્રમુખ સાથે તેમની 37 મી મેરેજ એનિવર્સરી પણ હોઇ આ યાદગાર પળ તેમના પરીજનો,મિત્ર વર્તુળ સાથે ઉજવી હતી. તેમજ આ યાદગાર ક્ષણના સાક્ષી બનનાર તમામ લોકોનું અભિવાદન મૂકેશ અગ્રવાલે કર્યું હતું. છેલ્લે લાયન્સ કલબના મેમ્બરો, પરીજનો તેમજ મિત્રો સાથે 37 મી મેરેજ એનિવર્સરી ઉજવવામાં આવી હતી. ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોનુ સ્વાગત પણ તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલ હતું.

Share

Related posts

ગોધરાના પિતા પુત્રની જોડી કિહાનખાન અને ફિરોઝખાન રાજયકક્ષાના સિપાહી ગૌરવ એવોર્ડથી અમદાવાદ ખાતે સન્માનિત કરાયા

gujaratjanekta

દાહોદ જિલ્લાને રૂ. ૩૧૪ કરોડના વિકાસકાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

gujaratjanekta

બોડેલીમાં ઠગબાજોએ નકલી સરકારી ઓફિસ તૈયાર કરી અને ગ્રાન્ટ પણ પાસ કરાવી દીધી !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial