Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ દાહોદમાં જે. એન્ડ આર. બી. એડ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

દાહોદ : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૦૭ મી મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ અધિકારીશ્રીઓ દ્વારા દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ઠેર-ઠેર ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.આ કાર્યક્રમ દરમ્યાન બાગાયત અધિકારીશ્રી એચ. બી.પારેખએ વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા સમજાવતાની સાથે મતદાન અંગેની વિસ્તૃત માહિતી આપીને તમામ વિદ્યાર્થીઓ સો ટકા મતદાન કરવા માટેની હાકલ કરી હતી.જે અંતર્ગત દાહોદ જિલ્લાનાં તમામ મતદારો આ મતદાનમાં અચૂક ભાગ લઇ દાહોદ જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત દાહોદમાં જે. એન્ડ આર. બી. એડ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાતાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મત આપવા માટે સહી ઝુંબેશ અને રેલી યોજીને જાગૃત્તિ સંદેશ આપવામા આવ્યો હતો. છેલ્લે મતદાન જાગૃતિ અંગેના શપથ લેવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં બાગાયત અધિકારીશ્રી એચ. બી. પારેખ, બી. એડ. કોલેજના પ્રિન્સીપાલ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Share

Related posts

ચૈત્રી નવરાત્રીના તહેવારને અનુલક્ષીને પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે વધારાની ૬૦ એસ.ટી.બસોનું આયોજન કરાયું

gujaratjanekta

દાહોદ જિલ્લામાં ઓબ્ઝવર્સશ્રીઓની ઉપસ્થિતિમાં ચૂંટણીની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ

Admin

ઝાલોદ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિશ્ચય પોષણ કીટનું વિતરણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial