Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં રામનવમીની ભવ્ય આયોજન અંગે સનાતન હિન્દુ ધર્મ સમિતિની બેઠક યોજાઈ

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ નગરમાં તારીખ 04-04-2024 ના રોજ રાત્રીના 8:00 વાગે વણકતલાઇ હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ 17-04-2024 બુધવારના રોજ રામનવમીના ઉત્સવના આયોજન અંગે સનાતન હિન્દુ ધર્મ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રામનવમી ઉજવણી અંગેની તબક્કાવાર રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. તેમજ આ ધાર્મિક આયોજન કેવી રીતે ભવ્ય બનાવવું તે અંગે ઉપસ્થિત હિન્દુ સમિતિના સહુ લોકોના મંતવ્ય લેવામાં આવ્યા હતા. તેમજ આ ઉજવણી અંગે રૂપરેખા પ્રમાણે અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી તેમજ આ ઉજવણીને હજુ વિશેષ કેવી રીતે બનાવવુ તે અંગે વિચારણા કરી આયોજનને ગતિશીલ કરવામાં આવેલ હતું.આ બેઠકમાં મોટા પ્રમાણમાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહેલ હતા. તેમજ આ ઉત્સવમાં હિન્દુ સમાજના નાના, મોટા સૌ લોકો જોડાય તે મુદ્દે ચર્ચા કરાઈ હતી. હિન્દુ સમાજના આ ઉત્સવને ખૂબ જ ઉમંગ ઉલ્લાસ સાથે નગરમાં શાંતિમય વાતાવરણ ઉજવાય તે અંગે સહુ લોકોને સૂચન કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ઈરાની સેનાની બેશરમી, મહિલાઓના ચહેરા, સ્તન અને પ્રાઈવેટ પાર્ટ પર મારી રહી છે ગોળી

Admin

એક વર્ષના બાળકની માતા અને દિવ્યાંગ શિક્ષિકા આલિયા ખાને ઓડિશામાં જીત્યો બ્રોન્ઝ મેડલ – જાણો વધુમા

gujaratjanekta

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આર્મીના વાહન પર થયેલા આતંકી હુમલામાં 4 જવાન શહીદ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial