Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

દાહોદ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને મુદ્રણાલયોના માલિકો-સંચાલકો તથા ઝેરોક્ષકર્તાઓ ચૂંટણી અંગેના સાહિત્યના મુદ્ર્ણ બાબતે બેઠક યોજાઇદાહોદ : ભારતીય નિર્વાચન આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવી છે. જે અન્વયે ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સેવા સદન ખાતે દાહોદ જિલ્લાના ખાનગી મુદ્રણાલયોના માલિકો-સંચાલકોની સાથે બેઠક યોજવામા આવી હતી.
જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે દ્વારા તમામ ખાનગી મુદ્રણાલયોના માલિકો-સંચાલકોને ચૂંટણીપંચની જોગવાઈઓ અનુસરવા સ્પશ્ટપણે સુચના આપવામા આવી હતી. જેમા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાઓએ ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, ચોપાનીયા કે અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશનનુ નામ, પૂરું સરનામુ તથા છાપવામાં આવેલા સાહિત્યની સંખ્યા સ્પષ્ટપણે અવશ્ય છાપવાની રહે છે. પ્રકાશક પાસેથી ચૂંટણીપંચના હુકમની જોગવાઈ મુજબનું એકરારનામું મુદ્રકે બે નકલમાં મેળવી લેવાનુ રહેશે. આ એકરારનામાની (તેમના પ્રતિનિધિએ મુદ્રણ કરેલ છાપેલ દસ્તાવેજની)) ચાર નકલો સાથે સહી કરીને દિન-૨માં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે. અનઅધિકૃત ચુંટણી ખર્ચ કરવા પર પ્રતિબંધ કરવામા આવ્યો છે. તેમ જણાવ્યુ હતુ.
નાયબ જિલ્લા ચુંટણી અધિકારી સુશ્રી હેતલબેનએ ચૂંટણીપંચના હુકમની જોગવાઈઓ અને ચૂંટણીપંચની સૂચનાઓના કોઈપણ પ્રકારના ઉલ્લંઘનને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવશે તેમજ આવા કેસોમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મુદ્રણાલયનું લાયસન્સ/ રજિસ્ટ્રેશન રદ કરવા જેવા કડક પગલા લેવામાં આવશે જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી તેમ તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો રાજદીપસિંહ ઝાલા, એ.એસ.પી સુશ્રી બીશાખા જૈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

બીટીપી અને ભાજપ નું ગઠબંધન થાય તેવી શક્યતા, મહેશ વસાવા અને છોટુ વસાવા આમને સામને

gujaratjanekta

પીવી સિંધુએ ભારતને અપાવ્યો 19મો ગોલ્ડ મેડલ : કોમનવેલ્થમાં ભારતને ગોલ્ડન સફળતાઓ – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામા આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial