Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગોધરા સીટી કો.ઓ.બેંકના ૧૦૦ વર્ષ પુર્ણ થતા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : ૧૭૫ યુનિટ બ્લડ એકત્રીત કરાયું

ધી ગોધરા સીટી કો.ઓ.બેંક લી. એ પોતાના યશસ્વી 100વર્ષ પુર્ણ કરતા તેની પ્રભારોડ બ્રાન્ચ પર રાખેલ બ્લડ ડોનેશન કેમ્પ માં અંદાજીત 175 યુનિટ બ્લડ એકત્રિત કરી ખૂબ જ સુંદર સરસ માનવતા નું માનવીય સેવાકાર્ય કરેલ છે. ચાલુ વર્ષ માં બેંકે મોતીયા ના ઓપરેશન નો કેમ્પ,સર્વરોગ નિદાન નો કેમ્પ,વૃધ્ધાશ્રમ માં અન્નદાન વસ્ત્રદાન તેમજ પર્યાવરણ સૃષ્ટિ ની સંભાળ માટે વૃક્ષારોપણ જેવી પ્રકૃતિ માટે પણ સેવાકાર્ય કરેલ છે.ચાલુ વર્ષ માં યોજાયેલ ત્રણ રક્તદાન કેમ્પ માં 600 થી વધારે યુનિટ નુ બ્લડ એકત્રિત કરવામાં આવ્યુ.

આમ ધી ગોધરા સીટી કો.ઓ.બેક લી. એ ખૂબ જ સુંદર પ્રસંશનીય સેવાકાર્ય કરેલ છે. ચેરમેન શ્રી કે ટી પરીખ સાહેબશ્રી ના રાહબરી હેઠળ બેંક દિન પ્રતિદિન ખૂબ જ સુંદર પ્રગતિ કરી રહી છે.


બેંક ધ્વારા મોડીસાંજે ગુજરાત ના ખ્યાતનામ લોકલાડીલા કલાકાર શ્રી અશ્ર્વિનભાઈ જોષી નાં મધુરકંઠે માં બાપ ને ભુલશો નહિ તેમજ દિકરી વ્હાલ નો દરિયો ના કાર્યક્રમ ધ્વારા સમગ્ર બેંક ના સભાસદો થાપણદારો ખાતેદારો અને શહેરીજનો ખૂબ જ મોટી સંખ્યા માં ન્યુઈરા સ્કૂલ ના મેદાન મા ઉપસ્થિત રહી ખૂબ જ આનંદ માણ્યો હતો.


આ કાર્યક્રમ માં પંચમહાલ જીલ્લા ના કલેક્ટરશ્રી,રેન્જ DIG સાહેબ, જીલ્લા પોલીસવડા,પંચમહાલ જીલ્લા ભાજપ ના પ્રમુખશ્રી,જીલ્લા મહામંત્રી તેમજ નગર પ્રમુખશ્રી અને નગર સેવાસદન ના કાઉન્સિલર તેમજ ખૂબ જ મોટી સંખ્યા દરેક સમાજ ના અગ્રગણ્ય આગેવાન શ્રીઓ તેમજ ખૂબ જ મોટી બહોળી સંખ્યા માં બહેનો નવયુવાન વર્ગ પણ ઉપસ્થિત રહ્યા હતા.


ધી ગોધરા સીટી કો.ઓ.બેંક લી ના ચેરમેનશ્રી કે.ટી.પરીખ તથા બોર્ડ ઓફ મેનેજિંગ કમીટી શાખ કમિટી ના તમામ ડાયરેક્ટર શ્રીઓ તેમજ સમગ્ર સ્ટાફપરિવાર એ તમામ રક્તદાતાઓ નો તેમજ સમગ્ર શહેરીજનોનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો.બેંક ના CEO શ્રી મનોજભાઈ શાહ તેમજ ઓફીસરશ્રી રાજુભાઈ લાલવાણી સુંદર સરસ સંચાલન આયોજન કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Share

Related posts

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

MD : સુરત બની રહ્યું છે ડ્રગ્સ પેદ્લારોનું ઘર, ફરી 1.80 કરોડના ડ્રગ્સ સાથે એકની ધરપકડ

Admin

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial