લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા ધારાસભ્ય પદ પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપશે. ત્યારબાદ અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસમાંથી પણ રાજીનામુ આપશે. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસમાં મોટો ભંગાણ પડી રહ્યો છે.અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે તેવી અટકળો વચ્ચે શંકર ચૌધરી ગાંધીનગર આવવા રવાના થયા છે.
બનાસકાંઠાના થરાદ ખાતે હોસ્પિટલનો કાર્યક્રમ હતો તે દરમિયાન એક ફોન આવતા વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર આવવા રવાના થયા છે. અર્જુન મોઢવાડીયા રાજીનામુ આજે આપશે તેવી અટકળો તેજ થઈ છે. ત્યારે શંકર ચૌધરીને આવેલો ફોન અને ગાંધીનગર તરફ જવાનુ કારણ મોઢવાડીયાનું રાજીનામુ હોવાની ચર્ચા ચાલી રહી છે.

