Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ખાટવાડા મુખ્ય રોડ પર ગટરની ઉપર તૂટેલી જાળીને લઈ ગંભીર દુર્ઘટનાનો ભય

પંકજ પંડિત

ઝાલોદ નગરના ખાટવાડા વિસ્તાર તેમજ આંબેડકર ચોક થી ખાટવાડા જતા મુખ્ય રસ્તા પર એક ગટર લાઈન આવેલ છે. આ ગટર લાઈન ને સાફ સફાઈ કરવા નગરપાલિકા દ્વારા આ ખુલ્લી ગટરની ઉપર એક જાળી મુકવામાં આવેલ છે. આ જાળી કેટલાક સમયથી તુટી ગયેલ છે અને ગટરની અંદર બેસી ગયેલ છે. આ ખાટવાડા વિસ્તાર ટ્રાફિક થી ધમધમતો વિસ્તાર છે જેથી આ તુટી ગયેલ જાળીની ઉપર થી જો વધુ અવર જવર કે ભારી વાહન નીકળે તો આ જાળી તૂટી જાય અને કોઈ વાહન ફસાઈ જાય તેવું સ્પષ્ટ જોવા મળે છે. આ તૂટી ગયેલ જાળીને લઈ કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા નગરપાલિકા સત્વરે આ તૂટી ગયેલ જાળીની જગ્યાએ તાત્કાલિક નવી જાળી બેસાડે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય. આ તુટી ગયેલ જાળીને લઈ અહીંથી નીકળતા દરેક વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. જેથી નગરપાલિકા સત્વરે આ તુટી ગયેલ જાળીની જગ્યાએ નવી જાળી બેસાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Share

Related posts

MD : સુરત બની રહ્યું છે ડ્રગ્સ પેદ્લારોનું ઘર, ફરી 1.80 કરોડના ડ્રગ્સ સાથે એકની ધરપકડ

Admin

આતિશી બન્યાં દિલ્હીના નવા મુખ્યમંત્રી, સાથે પાંચ કેબિનેટ મંત્રીઓએ લીધાં શપથ

gujaratjanekta

ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત ઈંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલમા ગૌરીવ્રત તેમજ ગુરુપૂર્ણિમા અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial