પંકજ પંડિત
શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ ભવ્ય લોકડાયરાનુ આયોજન કરાયુંલોકડાયરાનુ દીપ પ્રાગટય નગરના પી.એસ.આઇ માળી દ્વારા કરી લોકડાયરો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.પંદરમી સદીમાં જન્મેલ સંત શિરોમણી રવિદાસજી દ્વારા લખાયેલ દોહા આજે પણ લોકોને પ્રેરણા આપી રહેલ છે. સંત રવિદાસનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસીના એક મોચી પરિવારમાં થયેલ હતો. તેમનો જન્મ મહા માસની પૂર્ણિમાના દિવસે થયો હતો. મોચી પરિવાર માથી આવતા સંત રવિદાસ દ્વારા ભક્તિ ચળવળ દ્વારા આધ્યાત્મિક આંદોલન યુગની શરૂઆત કરી જેને લઈ સમાજ મા ઘણા મોટા બદલાવ આવ્યા. તેમણે તેમના જીવન દરમ્યાન ગીતો, સ્ત્રોતો, યુગલોની રચના કરી જેને આજે પણ લોકો યાદ કરે છે. તેમણે જીવનમાં જાતિવાદ, ભેદભાવ જેવા કુરિવાજો બંધ કરવા લોકોને આહવાન કર્યું હતું. સંત રવિદાસ મીરાબાઈના આધ્યાત્મિક ગુરુ માનવામાં આવે છે.ઝાલોદ નગરના રોહિત સમાજ દ્વારાસંતરવિદાસની શોભાયાત્રા નગરના દરેક વિસ્તારો માથી ભજન અને રાસ ગરબાની રમઝટ સાથે કાઢવામાં આવી હતી. દરેક વિસ્તારમાં રવિદાસ ની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંત રવિદાસની 647 મી જન્મ જયંતિ રોહિત સમાજ દ્વારા ભારે હર્ષોલ્લાસ થી ઉજવવામાં આવી હતી. આ શોભાયાત્રામાં નગરના સામાજિક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.શોભાયાત્રાના રૂટ પર આવતી આંબેડકર તેમજ સરદાર પટેલની પ્રતિમા ઓને રોહિત સમાજ તેમજ નગરના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર પહેરાવી યાદ કરાયા હતા. રોહિત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા પછી મહાઆરતી કરી મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોહિત સમાજ તેમજ નગરના સામાજિક કાર્યકર્તાઓ જોડાયા હતા. સામાજિક સમરસતા તેમજ સર્વ ધર્મ સમભાવની સંદેશો આપતા નગરના આગેવાનો તેજસ પંચાલ, ચિરાગ કોઠારી, ભરત શ્રીમાળી,અગ્નેશ પંચાલ, દિનેશ પંચાલ, અનુપ પટેલ, મનીષ પંચાલ, ટપુ વસૈયા, બટુલ ડામોર ,અલ્કેશ ભાભોર હાજર રહેલ હતા. વિકેશ ગ્રુપ , સંતરામપુર દ્વારા ભવ્ય ભજન સાથે લોક ડાયરાની પ્રસ્તુતિ કરવાના આવી હતી. આ લોકડાયરો ખાંટવાડા વિસ્તારમાં રાત્રીના 9 વાગ્યાના સમયે યોજાયો હતો. આ લોકડાયરાનુ દીપ પ્રાગટય નગરના પી.એસ.આઇ માળી દ્વારા કરી લોકડાયરાની શરૂઆત કરવામાં આવી હતી. આ લોક ડાયરાની મજા રોહિત સમાજ સાથે નગરના લોકોએ પણ માણી હતી. આ ભવ્ય લોક ડાયરો રાત્રીના મોડે સુધી ચાલ્યો હતો. આમ રોહિત સમાજ દ્વારા સંત રવિદાસની જન્મ જયંતિ નિમિત્તે યોજેલ ધાર્મિક પ્રોગ્રામનો લ્હાવો નગરના સહુ કોઈ એ લીધો હતો.રોહિત સમાજના પ્રમુખ દિનેશ ભુનાતર, રામચંદ્ર ભુનાતર, બાબુ ભુનાતર, શનીલાલ ભુનાતર, શંકર ભુનાતર, સંતોષ ભગોરા દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા સહુનો આભાર માન્યો હતો.

